સરસ્વતિ તાલુકાનાં વાણા ગામે એક વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરી તેને ગંભીર ઇજા કરનારા ગામના જ શખસ જીવણજી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. આ મામલે પાટણની સ્પેશ્યલ એટ્રોસીટી (સેશન્સ) કોર્ટમાં પોલીસે આરોપીને રજૂ કર્યો હતો.
ગામના શખસે વિદ્યાર્થિની સાથે જબરદસ્તી કરવાની કોશીશ કરી હતી
સરસ્વતિ તાલુકાનાં વાણા ગામે ગત શુકવારે સવારે એક વિદ્યાર્થી સાથે ગામના જ શખસે જબરદસ્તી કરવાની કોશીશ કરી હતી. તેમજ વિદ્યાર્થિની પર છરી વડે હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ આરોપી જીવણજી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. જે મામલે પાટણની સ્પેશ્યલ એટ્રોસીટી (સેશન્સ) કોર્ટમાં પાટણ એસસીએસટીએલનાં ડીવાયએસપી કચેરીનાં પોલીસ કર્મીઓએ આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાય તેવી શકયતા છે.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
આ દરમિયાન પોલીસે જણાવ્યું કે, આ આરોપીએ પણ વાગડોદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આરોપીને ગામ લોકોએ કથિત રીતે માર માર્યાનો આક્ષેપ કરાયો છે. પોલીસે હાલમાં આ ફરીયાદ અંગે એન.સી.થી નોંધ કરી તપાસ હાથ ધરી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થિની પર ગામના જ શખસે છરી વડે હુમલો કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે વાગદોડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીને રસ્તામાં આંતરી તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે નીચે પાડી દઈ પીઠ પાછળ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજન આવી જતાં આરોપી ફરાર થઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.