મદદ:એસી ગાડી વાળા ઉભા ન રહ્યા પણ પોલીસે પરિવારની કારનું ટાયર બદલી આપ્યું

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ તાલુકાના બાલીસણા પોલીસ સ્ટેશનના  કર્મચારી કુલદિપ સાધુ  તેમજ તેમના સાથી મિત્રો  સરકારી વાહન લઈ પસાર થતાં કમલીવાડા ગામ પાસે એક ગાડી ઉભેલ હતી. જેની બાજુ માં એક વૃદ્ધ દંપતિ,એક મહિલા અને 2 બાળકો તડકામાં ઉભેલ હતા.પોલીસ કર્મીઓએ તેમની ગાડી ઉભી પૂછતાં જાણવા મળ્યું કે ગાડી ને પંચર થયું છે પરંતુ વૃદ્ધ માણસથી ટાયરના બોલ્ટ ખુલતા ન હતા.આ સાંભળી કુલદીપ ભાઈ અને જીપ ડ્રાયવર જીતુભાઇ દેસાઈએ  ગાડીનું ટાયર ખોલી નવું ટાયર ફિટ કરી આપી માનવીય ફરજ બજાવી હતી.દંપતિની સાથેના મહિલાએ કહ્યું  કે અમારા મન માં પોલીસની એક જ છાપ હતી કે પોલીસ પાવતી આપે અને હેરાન કરે પણ આજે સમજાયું કે પોલીસ જ મદદરૂપ થાય.તાપ માં કેટલાય એસી ગાડીઓવાળા પસાર થયા પણ અમારી મદદ કરવા કોઈ ઉભું ના રહ્યું પણ પોલીસે અમારી વેદના સમજી.

અન્ય સમાચારો પણ છે...