તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ સમાચાર:ઉમતા ગામના 85 વર્ષના દાદાએ આત્મવિશ્વાસ સાથે કોરોનાને માત આપી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમિત દર્દીઓએ ગભરાવાની જરૂર નથી

વિસનગર ઉમતા ગામના કોરોના સંક્રમિત બનેલા 85 વર્ષના પટેલ માધવલાલ મફતલાલે પોતાના આત્મવિશ્વાસ સાથે કોરોનાને હરાવી એકદમ સાજા થઈ કોરોનાથી ગભરાતા યુવાનો અને અન્યોને સ્વસ્થ થવા માટેનો સંદેશ આપ્યો છે.

કોરોનાની અસર 60 ટકા થઇ હોવાનું જણાવ્યું

વિસનગરના ઉમતા ગામે રહેતા 85 વર્ષિય પટેલ માધવલાલને 13 દિવસ પહેલા શરદી ઉધરસ અને તાવની અસર થતાં તેઓએ પોતાના ઘરે રહી સામાન્ય દવા લીધી હતી. પરંતુ આ દવાથી તેમની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન જણાતાં એમના પૌત્ર દિલકશ પટેલ તેઓને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા તબિબ દ્વારા તેઓનો રિપોર્ટ કરાવતા એમને કોરોનાની અસર 60 ટકા થઇ હોવાનું જણાઈ આવતા તબીબે તેઓને દાખલ કરી સારવાર શરૂ કરી હતી.

આત્મવિશ્વાસ સાથે એકજ વાત હતી કે કોરોના આપણને કઈ નહિ કરે

85 વર્ષિય દાદાના મનમાં આત્મવિશ્વાસ સાથે એકજ વાત હતી કે કોરોના આપણને કઈ નહિ કરે. હું તો સાજો થઈ જઈશ. દ્રઢ મનોબળ સાથેની સારવારથી તેઓ ઝડપી સાજા થઈ ગયા. હોસ્પિટલમાં છ દિવસ સારવાર લઈ હાલમાં પાટણ ખાતે રહેતી એમની દીકરીના ઘેર આરામ કરી રહ્યા છે. ખરેખર આવા મજબૂત મનોબળ વાળા વ્યક્તિએ આ ભયાનક બીમારીમાં પણ પોતાના આત્મબળના કારણે ઝડપી સજા થઈ કોરોનાથી ગભરાતા દર્દીઓ માટે ઉદાહરણ પૂરી પાડયું છે. ખરેખર આવા દ્રઢ મનોબળ વાળા વ્યક્તિને સલામ છે.

અન્ય સમાચારો પણ છે...