શોભાયાત્રા:પાટણમાં ભગવાન પરશુરામજીની જન્મ જયંતીએ આજે 51મી શોભાયાત્રા નીકળશે

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન જગન્નાથના રથમાં ભગવાન પરશુરામ બિરાજમાન બની સૌ પ્રથમવાર નગરચર્યાએ

પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં તાજેતરમાં જ આકાર પામેલા શ્રી પરશુરામ ભગવાન ના મંદિર પરિસર ખાતેથી સૌપ્રથમવાર અને શહેર માંથી ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતી પ્રસંગે 51 મી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા મંગળવારે ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામશે.

ભગવાન શ્રી પરશુરામજી ના જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે નીકળનારી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા શ્રી પરશુરામ ભગવાન મંદિર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીના રથમાં શ્રી પરશુરામજી બિરાજમાન બની નગરચર્યાએ સવારે 8:30 કલાકના શુભ મુહુર્તે નીકળી શહેરના હિગળાચાચર, ચતુર્ભુજ બાગ, જુનાગંજ બજાર, કૃષ્ણ સિનેમા, હિંગળાચાચર થઈ મેઈન બજાર, ધીવટા નાકેથી પુનઃ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેનાં શ્રી પરશુરામ ભગવાન મંદિર પરિસર ખાતે 12.39 ના વિજય મુહૂર્તમાં સંપન્ન બનશે.

ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે મંદિર પરિસર ખાતે થી પ્રથમ વખત અને શહેરમાં 51 મી વખત નીકળનાર ભવ્યાતિભવ્ય શ્રી પરશુરામજી ભગવાનની આ શોભાયાત્રામાં ભગવાનના રથ સહિત વિવિધ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ ના 25 જેટલા ટેબ્લો, મ્યુઝિક બેન્ડ નાસીક ઢોલ, ડીજે સાથે વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજ અને પાટણના ધમૅ પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં જોડાશે તેવુ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...