આયોજન:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો 33 મો ત્રિ-દિવસીય યુવક મહોત્સવ 19 સપ્ટેમ્બરથી શરુ થશે

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 જેટલી ઇવેન્ટો હશે, ઉ.ગુની સંલગ્ન કોલેજોમાંથી 1 હજાર વિદ્યાર્થિઓ ભાગ લેશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પણ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી 19, 20 અને 21 સપ્ટેમ્બર દરમિયાન ત્રિ-દિવસીય 33મો યુવક મહોત્સવ યુનિવર્સિટી ખાતે યોજાનાર છે.

આ લોકો હાજર રહ્યા
યુનિવર્સિટીના વહીવટી ભવનમાં શુક્રવારના રોજ સ્ટુડન્ટ વેલફેર બોર્ડની કુલપતિના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી જેમાં યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં રહેલ કૌશલ્ય બહાર આવે તેવા હેતુથી યોજાતા યુવક મહોત્સવ નું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે 19 ,20 અને 21 સપ્ટેમ્બર દરમ્યાન 33 મો યુવક મહોત્સવ યોજાનાર છે. જેમાં વિવિધ સ્પર્ધાઓની 25 ઇવેન્ટ યોજાશે. જેમાં અંદાજે ઉત્તર ગુજરાત સંલગ્ન કોલેજોના 1000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. ભાગ લેનાર કોલેજોને પોતાના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. યુનિવર્સિટી દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓની રહેવાની અને જમવાની બંને વ્યવસ્થા કરશે. તેમજ આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વેસ્ટ ઝોન યુનિવર્સિટી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની તક મળશે.બોર્ડની બેઠકમાં રજીસ્ટ્રાર રોહિત દેસાઈ, ઈસી સભ્ય શૈલેષ પટેલ, શારીરિક નિયામક ડૉ.ચિરાગ પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

સારા કલાકારો તૈયાર કરવા પ્રથમવાર એક્સપર્ટ કમિટીનો વર્કશોપ યોજાશે
શારીરિક નિયામક ડૉ.ચિરાગ પટેલે જણાવ્યું હતું કે યુવક મહોત્સવમાં વિવિધ કોલેજો માંથી આવતા વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ કલાઓ હોય છે. જે સ્ટેજ ઉપર પ્રદર્શિત થતા બહાર આવે છે. આવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા આગળ લાવવા માટે એક્સપર્ટ લોકોનું માર્ગદર્શન અને તૈયારીઓ માટે યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમ વખત પાંચ દિવસનો કલાઓના એક્સપર્ટનો વર્કશોપ આયોજિત કરનાર છે.જેમાંથી શ્રેષ્ઠ કલાકારો ની પંસદગી કરી યુનિવર્સિટીઓની વેસ્ટઝોન સ્પર્ધામાં મોકલાશે.

અન્ય સમાચારો પણ છે...