હોળીની ઉજવણી:પાટણમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજની મહિલા પાંખ દ્વારા ઠાકોરજીના હોળી રસિયા ઉત્સવ ઉજવાયો

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જે મુજબ તાજેતરમાં પાટણમાં યમુના વાડી ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજની મહિલા પાંખ દ્વારા ઠાકોરજીના હોળીના રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મોટી અને બહોળી સંખ્યામાં વૈષ્ણવો પધાર્યા હતા અને રસિયા ઉત્સવને વૈષ્ણવોએ ખૂબ આનંદથી માણ્યો હતો, મહિલા પાંખના રસિયાના કાર્યક્રમમાં સમસ્ત વૈષ્ણવ વણિકના પ્રમુખ મહેશભાઈ ગાંધી, મંત્રી પરાગભાઈ શાહ, ખજાનચી મુકેશભાઈ પરીખ સહખજાનચી હિતેશભાઈ પરીખ, દિપકભાઈ સિંગાપુરવાળા ,યતીનભાઈ ગાંધી‌‌ તથા કારોબારીના સભ્યોની સાથે પૂર્વ પ્રમુખો પણ હાજર રહ્યા હતાં. તેમની સાથે સાથે વાયડા વણિક જ્ઞાતિના પ્રમુખ હરેશભાઈ પરીખ , તુષારભાઈ પરીખ અને દશાદિશાવળ જ્ઞાતિના પ્રમુખ પિયુષભાઈ પરીખ પણ હાજર રહ્યા હતાં.

હોળીનાં રસિયા ઠાકોરજીનાં સુખાર્થે કરવામાં આવતાં હોળીનાં ગીતો હોય છે. તે હોળીનાં આગળના દિવસોમાં મંદિરમાં, વૈષ્ણવોનાં ઘરમાં અને આવી અલગ અલગ સંસ્થાઓમાં કરવામાં આવે છે આ રસિયા આનંદ અને ઉલ્લાસ સાથે હરેશભાઈ પરીખ, અનિલભાઈ શાહ, નૈલેશભાઈ પરીખ ,પેરુબેન સોની ,હીનાબેન સોની, મીતાબેન ગાંધી જેવા વૈષ્ણવ દ્વારા ગવાયા હતા. આ રસિયામા સંગીતના તાલે અંજુબેન સીંગાપુરવાળા, હીનાબેન ગાંધી અને કૃપાલીબેન શાહ સાથે ઘણી બહેનો ઝુમી ઉઠી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત વૈષ્ણવ વણિક મહિલા પાંખના પ્રમુખ જાગૃતિબેન ગાંધી, મંત્રી સ્નેહાબેન પરીખ, ખજાનચી કિન્નરી ગાંધી, ગીતાબેન શાહ, રેખાબેન પરીખ અને પૂર્વ પ્રમુખ સંગીતાબેન અને ઉષ્માબેન સાથે કારોબારી ટીમના સભ્યો સક્રિય રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...