તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં આત્મવિલોપનનો મામલો:ઠાકોર સમાજે કહ્યું, જમીન ભગવાનની છે, મંદિરના ટ્રસ્ટીઓ માનવતા દાખવી ગરીબ પરિવારોને ત્રણ ફૂટ રસ્તો કાઢી આપે

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આ રસ્તાના વિવાદ મુદ્દે ચંદ્રસિંહ ઠાકોરે શરીર પર સળગાવી અત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. - Divya Bhaskar
આ રસ્તાના વિવાદ મુદ્દે ચંદ્રસિંહ ઠાકોરે શરીર પર સળગાવી અત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો.
 • અમદાવાદ સિવિલમાં દાખલ ચંદ્રસિંહની હાલત હજું ગંભીર, પૂર્વ ધારાસભ્ય અલ્પેેશ ઠાકોરે મુલાકાત લઈ ખબર અંતર પુછ્યા
 • આત્મ વિલોપનની તસવીર જોઈ તંત્ર વિચલિત : પાલિકા-સિટી સર્વેએ માપણી કરી કહ્યું મંદિરે દિવાલ પોતાની હદમાં બનાવી છે.
 • તારાથી જે થાય તે કરી લે, તેવું કહી ધમકીઓ આપતાં મંદિરના પૂજારી અને ટ્રસ્ટી સામે ફરિયાદ, ઠાકોર સેનાએ ન્યાયની માંગ કરી

પાટણમાં રહેણાંકના મકાનોમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો સાંકડો થઇ જતા ખુલો કરવાની ઠાકોર ચન્દ્રસિંહની માંગણી કોઈ ન સાંભળતાં આખરે અગ્નિસ્નાન કરી રસ્તા પર દોડવાની ઘટના બાદ તંત્ર પણ દોડતું થયું છે. સફાળા જાગેલા સિટી સર્વે વિભાગ સહીત પાલિકાની ટીમે બન્ને મંદિરોની જમીનનો સર્વે કરી માપણી કરી હતી. જેમાં રામજી મંદિરે પોતાની જ જમીનમાં બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાના પગલે મંદિર ટ્રસ્ટના બન્ને ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિવારોએ આંસુઓ સાથે સિટી સર્વે વિભાગે જો પહેલા આ કામગીરી કરી હોત તો આવું પગલું ભરવાની નોબત જ આવી ન હોત તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

શહેરમાં બગેશ્વર મંદિર અને રામજી મંદિર વચ્ચે રહેતા 3 પરિવારોને બહાર નીકળવા માટેના રસ્તા પર જૂની દીવાલ તોડી નવીન દીવાલ બનાવતા રસ્તો સાંકડો થઇ જતા મંદિરે 3 ફૂટ જમીન પર દબાણ કરેલ હોવાના આક્ષેપો સાથે ચંદ્રસિંહ ઠાકોરે મંગળવારે પોતોનું શરીર સળગાવ્યું હતું. જેને પગલે સિટી સર્વે અને પાલિકાની ટિમ સાથે મળી બુધવારે બંને મંદિરોના જમીનની માપણી હાથ ધરી હતી. જેમાં રામજી મંદિર ઉત્તરથી પૂર્વ દક્ષિણ 24.10 મીટર અને આગળના ભાગે 22.60 મીટર માપણી કરી બગેશ્વર મહાદેવ મંદિરની આગળ પાછળ બન્ને દિશાઓની માપણી કરી હતી. જેમાં રામજી મંદિર દ્વારા દિવાલનું બાંધકામ તેના હદ વિસ્તારમાં જ કરાયું હોવાનું સામે આવ્યું હતું.

ચંદ્રસિંહ સાથેના તેમના ભાઈ હસમુખસિંહે જણાવ્યું હતું કે શરીર 60થી 70 ટકા દાઝી ગયું છે. તબીબો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માનવતાની રાહે રસ્તો આપો : ઠાકોર સેના

બુધવારે ક્ષત્રિય ઠાકોર સેના, સહીત ઠાકોર સમાજના આગેવાનો પરિવારોની મુલાકાત માટે આવ્યા હતા. તેમણે પીડિત અરજદારને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે માંગ કરી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવાનું જણાવ્યું હતું. તેમજ જમીન ભગવાનની છે. જેથી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા માનવતાને લઇ ગરીબ પરિવારોને 3 ફૂટ રસ્તો કાઢી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

તંત્ર પહેલા જાગ્યું હોય તો કાકાની હાલત આવી ના થાત

ગીતા ઠાકોર, (ચંદ્રસિંહની ભત્રીજી)
ગીતા ઠાકોર, (ચંદ્રસિંહની ભત્રીજી)

પાટણના ચંદ્રસિંહ ઠાકોરે શરીર સળગાવતાં પરિવાર તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કામગીરી ન કરાતાં ચંન્દ્રસિંહ સળગતાં તેમનું મોટાભાગનું શરીર બળી ગયું છે. હવે જેટલા લોકો તપાસ અને કાર્વાહી માટે આવે છે તે પહેલા આવી ગયા હોત મારા કાકા સળગ્યા ન હોત. > ગીતા ઠાકોર, (ચંદ્રસિંહની ભત્રીજી)

પૂજારી અને ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ
રામજી મંદિરના પૂજારી રમેશભાઈ અને ટ્રસ્ટી મોહનભાઇ પટેલે પોતાના ઘરની સામે બાંધકામ ચાલુ કરેલ હોઈ તેનો અરજદાર ચંદ્રસિંહ દ્વારા નકશો અને મંજૂરી માંગતા આ બન્ને વ્યક્તિઓ ઉશ્કેરાઈ જઈ આ બાંધકામ કાયદેસર છે. તારાથી થાય તે કરી લે તેમ કહી ધમકીઓ આપતા અરજદાર જાતે સળગી ગયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે, તેવા અરજદારના નિવેદન આધારે પોલીસે બન્ને સામે આઇ.પી.સી કલમ 504, 294 (b), 506(1), 114 કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

સિટી સર્વે અને પાલિકાએ જમીનની માપણી કરી
સિટી સર્વે અને પાટણ નગરપાલિકાની ટીમે રામજી મંદિરની દિવાલની માપણી કરી પોલીસને રિપોર્ટ મોકલી આપ્યો હતો.

સિટી સર્વે અને પાલિકાએ જમીનની માપણી કરી
સિટી સર્વે અને પાલિકાએ જમીનની માપણી કરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો