તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાય માટે માંગ:પાટણના સાંતલપુરમાં થયેલી હત્યાના કેસમાં પોલીસની ઢીલી નીતિથી ઠાકોર સમાજ રોષ, ન્યાય માટે આવેદનપત્ર આપ્યું

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યાની ફરિયાદમાં સાચા ગુનેગારોના સાચા નામ લખવા માંગણી કરાઇ

સાંતલપુર વિસ્તારમાં થોડા સમય અગાઉ થયેલી હત્યામાં પોલીસની ઢીલી નીતિથી ઠાકોર સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીના નામ દાખલ કરવા ફરીયાદીએ લેખીત ફરિયાદ આપી હતી છતાં પોલીસ દ્વ્રારા આરોપીઓને છાવરતાં ઠાકોર સમાજ રોષે ભરાયો હતો અને હત્યારાઓના નામ દાખલ કરવા ન્યાયની માંગણી કરી હતી.

પાટણ જિલ્લાના સાંતલપુરના રોઝુના રણમાં ઠાકોર સમાજના યુવકની કરુણ હત્યા કરી લાશને જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી. ત્યારે આ યુવક ઘરે નહીં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ યુવાન મળી નહિ આવતા હત્યારાઓ બે દિવસ પછી કચ્છ જિલ્લાના આડેસર પોલીસમાં હાજર થતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. તે સમયે સાંતલપુર પોલીસ અને જિલ્લાની પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.

હત્યા થનાર યુવાનની લાશ મળતા સ્થળ પંચનામું કરી પોલીસે ફરિયાદ કરી તજવીજ હાથ ધરી હતી પરંતુ ફરિયાદ પોલીસે નોંધતા આરોપી મહિલાનું અને બીજા હત્યારાનું નામ દાખલ કરેલુ ન હતું તે બાબતની જાણ થતાં હત્યા થનારના ભાઈ ફરીયાદીને થતા આ આરોપીઓ સંડોવાયેલ હોઈ તેના નામ દાખલ કરવા ફરિયાદ આપી હતી, પરંતુ પોલીસ આ આરોપીઓના નામ દાખલ નહી થતા ઠાકોર સમાજ રોસે ભરાયો હતો અને આજે બહોળી સંખ્યામાં ન્યાય માટે ભેગા મળી કચ્છ કેસરી રઘુવીરસિંહ જાડેજા. ભારત હિન્દૂ યુવા સંઘઠન ના અધ્યક્ષ સહિત હિન્દૂ સંગઠન સહિતના ઘણા માણસો સહિત ન્યાય માટે આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી. જેમાં સાચા આરોપીઓના નામ દાખલ કરવા સ્થાનિક પી.એસ.આઈ સમક્ષ માગણી કરવામાં આવી હતી. ત્યારે પી.એસ.આઈ શુકલાએ આરોપીઓના નામો દાખલ કરવાની ખાત્રી આપી હતી. કચ્છ કેશરી રઘુવીર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો બે દિવસમાં કાર્યવાહી નહિ થાય તો સમગ્ર ગુજરાતમાં અમે ન્યાય માટે લડીશું અને જરૂર પડ્યે ઉપવાસ ઉપર પણ ઊતરવાની અમારી તૈયારી છે. ત્યારે પી.એસ.આઈ શુકલાએ આરોપીઓના નામો દાખલ કરવા પૂરેપૂરી ખાત્રી આપી હતી. પોલીસ આ બાબતે કેવા પ્રકારના પગલાં ભરે છે તે આવનાર સમય બતાવશે.

અન્ય સમાચારો પણ છે...