ઠાકોર સમાજનું નવું સંગઠન:રાધનપુરમાં ઠાકોર સમાજે નવું સંગઠન બનાવ્યું, કોટડા ગામથી સુરેશ ઠાકોરેએ જાહેરાત કરી

પાટણ2 મહિનો પહેલા
  • હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં સેવાનું કામ કરશે

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોટડા ગામે યોજાયેલા સમૂહલગ્નમાં ઠાકોર સમાજના આગેવાનોએ નવા સંગઠનની જાહેરાત કરી છે. હતી. જેમાં ઠાકોર સમાજ સેવા સંગઠનના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ સંગઠન રાધનપુર વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક ઠાકોર સમાજના ઉમેદવારને ચૂંટણી લડાવવા તન મન ધનથી કામ કરશે. તેમજ સરકારના તમામ લાભો સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડશે. તેમજ આ સંગઠન હારીજ, રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં કામ કરશે. તેવું સુરેશ ઠાકોરેએ જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાધનપુરમાં ઠાકોર સમાજ નવું સંગઠન બનાવ્યું છે. આવનારી ચૂંટણી લડવા માટે સ્થાનિક ઉમેદવારની માગણી તેમજ સરકારના તમામ લાભો સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડશે. તેમજ સ્થાનિક ઉમેદવારને તનમન ધનથી જીતાડવા કામ કરશે. આ સંગઠન હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાઓ માં કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...