તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પાટણમાં કોંગ્રેસે પાલિકાના કારોબારી ચેરમેનનું પૂતળું સળાગતાં પોલીસે પડાવી લેતાં ખેંચતાણ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી ચેરમેન સામે દબાણ મુદ્દે નાણાં લીધાના આક્ષેપ સાથે દેખાવ પ્રદર્શન

પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદ પટેલ પર દબાણ ના તોડવા મામલે પાંચ લાખ રૂપિયાની માંગણીના આક્ષેપ લાગતા વિરોધ પક્ષના સભ્યો દ્વારા તપાસની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે વિરોધ પક્ષ દ્વારા બગવાડા દરવાજા ખાતે પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં પોલીસ દ્વારા પૂતળા દહન ના થાય તે માટે પુરતી તૈયારીઓ સાથે સમગ્ર બગાડવા બગવાડા દરવાજા વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. છતાં કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કરવાના ઇરાદા સાથે પોલીસને ચકમો આપી ગાડીમાં પૂતળું લાવી પોલીસથી દુર પૂતળાદહન કરીને સળગતું પૂતળું હાથમાં લઈ કાર્યકરો બગવાડા દરવાજા તરફ દોડતા પોલીસ પૂતળું પડાવી લેવા માટે પાછળ દોડી હતી.

બગવાડા દરવાજા ખાતે પોલીસે કાર્યકરોને પકડી રાખી પૂતળું પડાવી લેવાનો પ્રયાસ કરતા કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ખેંચતાણ થવા પામી હતી. પોલીસે અંતે છીનવી લઇ પૂતળા દહન કરનાર વિરોધ પક્ષના નેતા ભરત ભાટિયા સહિતના ચાર કાર્યકરોને ટીંગાટોળી કરી ગાડીમાં નાખી ડીટેઈન કરી બી ડિવિઝન પોલીસ મથકમાં લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...