ચોરી:પાટણમાંથી 15 હજાર ભરેલ થેલો લઈ ટેણિયો ફરાર

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાકમાર્કેટમાં વેપારી દુકાન બહાર જતાં પલભરમાં રૂપિયા ભરેલ થેલાની ચોરી
  • વેપારીએ શોધખોળ કરતાં થેલો ન મળતા સીસીટીવી ચેક કરતાં બાળક થેલો ચોરી કરતો જણાયો

પાટણમાં વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા અંબિકા શાકમાર્કેટમાં શાકભાજી હોલસેલની દુકાન નંબર 6 ના વેપારી પટ્ટણી મહેન્દ્રભાઈ રામજીભાઈ દુકાનમાં તોલમાપના કાંટા નીચે પોતાના બિલ અને કાગળો સાથે 15 હજાર રૂપિયા ભરેલો થેલો મૂકીને ગયા હતા. કામ પૂર્ણ કરી ગણતરીની મિનિટમાં દુકાનની અંદર પરત આવી ગયા હતા ત્યારે કાંટા નીચે પોતાનો થેલો ના દેખાતા આસપાસ શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ થયેલો ના મળતા દુકાનમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા એક 10થી 12 વર્ષનું બાળક હાથમાં થેલો લઈને ભાગતો જોવા મળ્યો હતો. માર્કેટમાં શોધખોળ કરી હતી પરંતુ થયેલો કે બાળક ગાયબ થઈ ગયો હતો. ગણતરીની મિનિટમાં બાળક દુકાનમાં કોઈ ન હોય તકનો લાભ લઇ થેલો ચોરી રફુચક્કર થઈ જતા માર્કેટમાં ચર્ચાસ્પદ બન્યું હતું.આ બાબતે વેપારી દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી.