તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:14 આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ટેન્ડર કમિટીને ભાવ મંજૂર કરવાની સત્તા અપાઇ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠકમાં 10 સભ્યોની ટેન્ડર કમિટીમાં સમાવેશ

પાટણ જિલ્લાના 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પ્રતિ મિનિટ 500 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે 15મા નાણાપંચ અંતર્ગત 10 ટકા જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી રૂ. 225 લાખની જોગવાઈ કરવામાં આવી છે. દસ સભ્યોની ટેન્ડર સમિતિને ભાવ મંજૂર કરવા માટેની જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિએ સત્તા આપી હતી. તેમજ કારોબારી ચેરમેન દીપમાલાબેન પટેલનો 10 સભ્યોની ટેન્ડર કમિટીમાં સમાવેશ કર્યો હતો.

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત સર્જાતા અનેક દર્દીઓ ઓક્સિજન વગર મુશ્કેલીમાં મુકાયા હતા ત્રીજી લહેરની શક્યતાઓ છે ત્યારે ફરીથી ઓક્સિજનના અભાવે દર્દીઓ મુશ્કેલીમાં ના મુકાય તે માટે પાટણ જિલ્લાના 16 સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 15 મા નાણાપંચ અંતર્ગત 10 ટકા જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી રૂ.225 લાખની ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે જોગવાઈ કરી છે તેની વહીવટી મંજૂરી મેળવવાની દરખાસ્ત સરકારમાં કરેલી છે.

આ બાબતે કાર્યવાહી કરવા માટે 7 જૂને કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઓક્સિજન પ્લાન્ટની ટેન્ડર પ્રક્રિયા 10 સભ્યોની બનાવેલી ટેન્ડર કમિટી મારફતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે સોમવારે ચેરમેન દીપમાલાબેન ભાવિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી ખાસ કારોબારી સમિતિની બેઠકમાં ટેન્ડર સમિતિને ભાવ મંજુર કરવા માટેની સત્તા સોંપવામાં આવી હતી.

તેમજ ટેન્ડર કમિટીમાં કારોબારી સમિતિના ચેરમેન દીપમાલા બેન પટેલનો સમાવેશ કર્યો હતો.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર્ય, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

આ સામુહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ બનશે
ચાણસ્મા, લણવા, હારીજ, સંડેર, સમી, સાંતલપુર, વારાહી,જંગરાલ, સરીયદ, વાગડોદ, શંખેશ્વર, બીલીયા, કુવારા, કાકોશી સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પ્લાન્ટ સ્થપાશે.

પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બરમાં ફર્નિચર સહિતની કામગીરી માટે રૂ.4.95 લાખનો ખર્ચ કરવા મંજૂરી
જિલ્લા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં ફર્નિચર અને અન્ય કામગીરી માટે રૂ.1.53 લાખનો ખર્ચ, મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેનની ચેમ્બરમાં ફર્નિચર અને અન્ય કામગીરી માટે રૂ.1.43 લાખ વિરોધ પક્ષના નેતાની ચેમ્બરમાં ફર્નિચર અને અન્ય કામગીરી માટે રૂ.1.35 લાખનો ખર્ચ ઉપપ્રમુખની ચેમ્બરમાં રીવોલ્વીંગ ચેર માટે રૂ 10,000નો ખર્ચ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની ચેમ્બરમાં રીવોલ્વીંગ ચેર માટે રૂ.10,000નો ખર્ચ મંજુર કર્યો હતો. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખની ઓફિસના ઉપયોગ માટે કોમ્પ્યુટર સેટ અને પ્રિન્ટર માટે રૂ. 44 હજારનો ખર્ચ મંજૂર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...