તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ:પાટણની વિવિધ સ્કુલમાં ધો-10 નાં વિધાર્થીઓને ટેમ્પરરી માકૅશીટ અપાઈ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓરિજનલ માકૅશીટ સરકારની સુચના મળે વિધાર્થીઓને આપવામાં આવશે
  • માસ પ્રમોશન આધારે રિઝલ્ટ મળતા ટોપર વિધાર્થીઓમાં નારાજગી

કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ધો-10 ની એસ એસ સી બોર્ડ ની પરીક્ષા મૌકુફ રાખીને તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન આધારે પાસ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે બુધવારના રોજ ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ સવારે 7-30 વાગ્યાથી દરેક સ્કુલોમાં ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી.

જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો માંથી જ વિધાર્થી ઓ જોઈ શકે તેમ હોવાથી પાટણની વિવિધ સ્કુલમાં સવારથીજ ધોરણ 10 નાં વિધાર્થીઓ પોતાનું પરિણામ જાણવા સ્કુલ ઉપર પહોંચ્યા હતા.

પાટણની સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્ક્સશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની શરૂઆત કરતા વિદ્યાર્થીઓ માર્ક્સશીટ લેવા માટે પહોંચ્યા હતા. જોકે વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્ક્સશીટ ની પ્રિન્ટ આપવામાં આવી હોવાનું શાળા સંચાલકો એ જણાવી જે માર્કશીટ માત્ર એડમિશન મેળવવા માટે જ આપવામાં આવી હોવાનું પણ સ્કુલ સંચાલકો એ જણાવી વિધાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ સરકાર ની સુચના મળે આપવામાં આવશે તેમ જણાવ્યું હતું .

કોરોના ની મહામારી ને કારણે ધો-10 ની પરીક્ષા નહી લેવાનો નિર્ણય કરી તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન આધારે પાસ કરવાનાં સરકારનાં નિણૅય બાદ બુધવારના રોજ જાહેર કરવામાં આવેલ ધો-10 નાં વિધાર્થીઓનાં માસ પ્રમોશન આધારેનાં પરિણામને લઈ હોશિયાર વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી.

પાટણની એકસપરિમેન્ટલ શાળાના વિદ્યાર્થી ક્રીશ પટેલ અને વિધાર્થીની પટેલ પ્રાન્સી એ પરિણામ ને લઈ જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષા ન યોજાવાથી પરિણામ ધાયૉ કરતા આછું હોવાનું જણાવી જો પરીક્ષા લેવામાં આવી હોત તો અમને પરિણામ થી સંતોષ થાત તેમ જણાવ્યું હતું. છતાં ધો-10 નાં માસ પ્રમોશન આધારે મળેલાં પરિણામ ને લઈ વિધાર્થીઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...