તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Temples Including Nagar Devi Kalika Mataji Mandir, Khodiyar Dham Opened With Guidelines To Reduce The Transition Of Koro In Patan District

ધાર્મિક સ્થળો અનલોક:પાટણમાં નગર દેવી કાલિકા માતાજી મંદિર, ખોડિયાર ધામ, પંચમુખી હનુમાન અને જૈન દેરાસર સહિતના મંદિરો ખુલ્યા, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

પાટણ9 દિવસ પહેલા
  • નવીન કાલિકા માતાજી, સાંઈબાબા, ચુડેલ માતાજી, જલારામ મંદિર સહિતના ધાર્મિક સ્થળોમાં દર્શનાર્થે ભાવિકો પહોંચ્યા
  • તમામ મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો

કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને રાજ્યનાં તમામ યાત્રાધામો મહિનાઓથી બંધ હતા. કોરોનાનું સંક્રમણ ઘટતાં આજથી સરકાર દ્વારા કેટલાક કડક નિયમો સાથે મંદિરો ખોલવાની મંજૂરી આપી છે. જેમાં ભક્તો નિયમનો ભંગ ન કરે અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એનું ધ્યાન મંદિર સંચાલકોએ રાખવાનું રહેશે. તેમજ તમામ મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે.

મોટાભાગનાં મંદિરો ભક્તો માટે આજથી ખુલ્લા મુક્યા
ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા પાટણ જિલ્લા સહિત શહેરના મોટાભાગનાં મંદિરો ભક્તો માટે આજથી ખુલ્લા મુક્યા છે. જેમાં જિલ્લાના વરાણા ખાતે આવેલા ખોડિયાર માતાજીનું મંદિર, શહેરના નગર દેવી કાલિકા માતાજી મંદિર, નવીન કાલિકા માતાજી,પંચમુખી હનુમાન મંદિર, સાંઈબાબા મંદિર, ચુડેલમાતાજી મંદિર સહિતના મંદિરો ખુલ્યા હતા.

સુપ્રસિદ્ધ વરાણા ખોડિયાર ધામ પણ સવારથી ખુલ્યું
મંદિરો ખુલતા ભક્તો દર્શન પૂજન માટે ભક્તો આવ્યા હતા. મંદિરમાં આવતા ભક્તોને પહેલા સેનેટિઝર અને સોશિયલ ડિસ્ટન સાથે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. પાટણ જિલ્લાનું સુપ્રસિદ્ધ વરાણા ખોડિયાર ધામ પણ સવારથી ખુલ્યું હતું. પુજારી દ્વારા માતાજીની સવારની આરતી કરાઈ હતી. શંખેશ્વરમાં આવેલા જૈનતીર્થ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય પણ સવારે 7:30થી ખુલ્યું હતું.

જલારામ મંદિર, પાંચાસરા પાશ્વનાથ જૈન દેરાસર પણ ભક્તો માટે ખુલ્યું
મંદિરો ખુલતા ભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભ લીધી હતો. તો શહેરના નગર દેવી કાલિકા મંદિર સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહશે . તો માતાજીની આરતી સવારે 10 વાગે અને સાંજે 7 વાગે કરવામાં આવશે. અને મંદિર સાંજે 7 વાગે બંધ કરી દેવામાં આવશે. તેવું મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસએ જણાવ્યું હતું. શહેરનું જલારામ મંદિર, પાંચાસરા પાશ્વનાથ જૈન દેરાસર પણ ભક્તો માટે ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...