વકૅશોપ અને રિન્યુ બેઠક:પાટણના સમોડા-ગણવાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેકનોલોજીકલ બેકસ્ટોપીગ વકૅશોપ અને રિન્યુ બેઠક યોજાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણના સમોડા-ગણવાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (ડીસા, કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર) માટે ટેકનોલોજીકલ બેકસ્ટોપીંગ વર્કશોપ અને રીવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમનું ઉદઘાટન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. પી.ટી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. સી.કે.પટેલે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપેલ જ્યારે ફુડ ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય ડો. આઈ.એન. પટેલે બાગાયત પાકોમાં મુલ્ય વર્ધન વિશે માહિતગાર કરેલ હતા.

બાગાયત વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. પી.સી.જોષી દ્વારા ફળ-શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરેલ.ત્યારબાદ દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે પ્રગતિ અહેવાલ તથા એકશન પ્લાન રજુ કરી વિસ્તરણ પ્રવૃતિઓ અંગે ચર્ચા-વિચારણા કરેલ. કાર્યક્રમનું સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. ઉપેશકુમારે કરેલ અને અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...