તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:ઓનલાઈન પરીક્ષામાં ટેકનિકલ ખામી અંગે ઈ-મેઈલથી રજૂઆત કરી શકાશે, યુનિવર્સિટીએ ઈ-મેઈલ આઈડી જાહેર કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ન બગડે માટે આયોજન

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન પરીક્ષાઓમાં સોફ્ટવેરની ટેકનિકલ ખામીના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તો તે ખામીના સ્ક્રીનશોટ પાડીને પરીક્ષા વિભાગમાં ઇ-મેલ કરવાના રહેશે. જેથી તેમની પરીક્ષા બાબતે યોગ્ય નિર્ણય લઈ શકાય અને પરીક્ષા બગડે નહીં તે માટે કાર્યવાહી કરવામાં આવશે.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા લેવામાં આવી રહેલ માર્ચ જૂનની ઓનલાઇન પરીક્ષાઓમાં સોફ્ટવેરની ટેક્નિકલ ખામીને લઈ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

ત્યારે મુશ્કેલીઓના નિરાકરણ માટે તેમજ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ બગડે નહીં અને તેમના માટે યોગ્ય નિર્ણય લઈ શકાય તેવા હેતુથી પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષા દરમિયાન સર્જાતી ટેકનીકલ ખામીઓ માટે રજૂઆત કરવા ઈ-મેલની સુવિધા શરૂ કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન ટેકનિકલ ખામીના કારણે કોઈ પ્રશ્ન ના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તો ખામીનો સ્ક્રીનશોટ પાડીને પરીક્ષા વિભાગ માં ઈ મેલ મારફતે રજૂઆત કરવાની રહેશે. જેથી પરીક્ષા વિભાગ દ્વારા રોજે રોજ ઇમેલો રિસીવ કરી.યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. Examcomplaine@ngu.ac.in ઉપર ઇ-મેલ કરવાનો રહેશે. તેઓ પરીક્ષા નિયામક મિતુલ દેલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...