પાટણના હારિજ સ્થિત જલિયાણ ગ્રુપની ઓફિસ અને રહેઠાણ પર આજે વહેલી સવારથી જ IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. લાંબા સમય બાદ પાટણ જિલ્લામાં આઈટી વિભાગના દરોડાના પગલે કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.
જમીન,મકાન અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા જલિયાણ ગ્રુપની હારીજમાં આવેલી ઓફિસ અને ઘર પર વહેલી સવારે 5 વાગ્યાથી જ આઈટી વિભાગની ટીમો ત્રાટકી હતી. જો કે, જલિયાણ ગ્રુપના માલિકના ભાઈની દીકરીના અમદાવાદ ખાતે લગ્ન હોય ઘર અને ઓફિસ બંધ હોવાથી IT વિભાગના અધિકારી અને કર્મચારીઓ બહાર બેસી રહ્યા હતા.જલિયાણ ગ્રુપના માલિક પરત ફર્યા બાદ ઘર અને ઓફિસ પર તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.
નોંધનીય છે કે,IT વિભાગ દ્વારા આજે ગુજરાતમાં પાટણના જલિયાણ ગ્રુપ ઉપરાંત અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન શરૂ થયું છે. એકસાથે 35થી 40 જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા પડતાં ખાનગી પેઢીઓમાં ફફડાટ શરૂ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.