સરપ્રાઇઝ વિઝિટ:ધારેવાડા ચેકપોસ્ટ પર સ્ટેટેટીક સર્વેલન્સ ટીમની બેદરકારી બદલ ટીમ લીડર સસ્પેન્ડ

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટરે ચેકપોસ્ટ પર આકસ્મિક તપાસ કરતાં કર્મચારીઓ વાહન ચેકિંગ કરવાના બદલે ટેન્ટમાં બેઠેલા મળી આવ્યા હતા

વિધાનસભા ચૂંટણીમાં રોકડ દારૂ હથિયારો સહિત ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરાફેરી ન થાય તે માટે પાટણ જિલ્લામાં 13 સ્થળોએ સ્ટેટેટીક સર્વેલન્સ ટીમ મારફતે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.પરંતુ સિદ્ધપુરની ધારેવાડા ચેકપોસ્ટ પર જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટરે તપાસ કરતા સ્ટેટેટીક સર્વેલન્સ ટીમની ગંભીર બેદરકારી પકડાઈ હતી આ ટીમ વાહન ચેકિંગ કરવાના બદલે ટેન્ટમાં બેસી ચૂંટણી જેવી ગંભીર કામગીરીમાં બેદરકારી દાખવતાં જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ સ્ટેટેટીક સર્વેલન્સ ટીમના ટીમ લીડર સિદ્ધપુર તાલુકા પંચાયતના સિનિયર ક્લાર્ક બી.એમ.પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.

સિદ્ધપુર નજીક ધારેવાડા ચેકપોસ્ટ ખાતે સોમવારે બપોરના સમયે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ જાતે જ રૂબરૂ સ્થળ તપાસ કરી હતી તે વખતે હાઇવે પરથી પસાર થતા વાહનોનું ચેકિંગ થતું ન હતું અને સ્ટેટેટીક સર્વેલન્સ ટીમના કોઈપણ અધિકારી કે કર્મચારી નાકાં પોઇન્ટ પર હાજર ન હતા તેમને સોંપેલી કામગીરી કરવાના બદલે ટીમ લીડર સિદ્ધપુર તાલુકા પંચાયતના સિનિયર ક્લાર્ક ભરતકુમાર એમ.પટેલ, વિડીયોગ્રાફર સહિતના કર્મચારીઓ ટેન્ટમાં બેસી ચૂંટણી જેવી ગંભીર કામગીરીમાં બેદરકારી દાખવી હતી.

જેને પગલે કલેક્ટરે તેમની પૂછપરછ કરતાં ફરજ અંગે સચોટ જવાબ આપી શક્યા ન હતા સ્ટેટેટીક સર્વેલન્સ ટીમના તમામ અધિકારી કર્મચારીઓ કામગીરી કરતા ન હોવાથી રોકડ દારૂ અન્ય શંકાસ્પદ ચીજ વસ્તુઓ કે હથિયારોની હેરાફેરી પર દેખરેખ રાખવામાં નિષ્કાળજી દાખવી ચૂંટણીની રાષ્ટ્રીય કામગીરીમાં વિક્ષેપ ઊભો કરતા જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટ આધારે સિદ્ધપુર તાલુકા પંચાયતના સિનિયર ક્લાર્ક ભરતકુમાર એમ પટેલને વિધાનસભા ચૂંટણીમાં આપવામાં આવેલી કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા વિકાસ અધિકારી પાટણ દ્વારા તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો આદેશ કરાયો છે.

કલેક્ટરની ખાનગી વાહનમાં સરપ્રાઇઝ વિઝિટ
બિન સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે વિધાનસભા ચૂંટણીને પગલે કલેકટર સુપ્રીતસિઘ ગુલાટીએ સોમવારે ખાનગી વાહનમાં ધારેવાડા ચેકપોસ્ટની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી તેમની વિઝિટ દરમિયાન હાઈવે પર વાહન ચેકિંગની કામગીરી થઈ રહી ન હતી અને સ્ટેટેટીક સર્વેલન્સ ટીમના કર્મચારીઓ ટેન્ટમાં બેઠેલા હતા કલેકટરે આશરે અડધો કલાકથી વધુ સમય ખાનગી ગાડીમાં બેસીને નિરીક્ષણ કર્યું હતું. અને તેની વિડિયોગ્રાફી પણ કરી હતી બાદમાં તેઓ ચેકપોસ્ટ પર પહોંચતા કર્મચારીઓ ચોકી ગયા હતા.

પોલીસ અધિક્ષક પાસે જવાબ માંગવામાં આવ્યો
ધારેવાડાની સ્ટેટેટીક સર્વેલન્સ ટીમમાં કોન્સ્ટેબલ પરેશકુમાર જેસંગભાઈ, કિરણજી અમૃતજીની નિમણૂક કરવા છતાં સ્થળ પર હાજર ન હતા જ્યારે અન્ય પોલીસ કર્મચારી રાહુલકુમાર દલસંગભાઈ હુકમ વગર પોલીસ કેબિનમાં હોઈ ચૂંટણીની કામગીરીમાં બેદરકારી દાખવી હોવાનું જણાઈ આવતાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક પાસે જવાબ માંગવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...