વિજ્ઞાન પ્રવાસ:લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા બાળકો સાથે શિક્ષકોની સાયન્સ મ્યુઝીયમ વિજ્ઞાન પ્રવાસ

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ ડાયનાસોર ગેલેરી,હ્યુમન સાયન્સ ગેલેરી, કેમેસ્ટ્રી નોબેલ પ્રાઈઝ ગેલેરી/ફીજીક્સ નોબેલ પ્રાઈઝ ગેલેરી , હાઇડ્રોપોનીક્સ ગેલેરી અને ઓપ્ટીક્સ ગેલેરીનું પ્રદર્શન નીહાળ્યું હતું.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા પાયોનીયર સેકન્ડરી સ્કૂલ પાટણના 48 બાળકો અને 4 શિક્ષક મિત્રોની એક વિજ્ઞાન ટુર રીજીયોનલ સાયન્સ મ્યુઝીયમ સમાલપાટી (પાટણ) ખાતે યોજાઈ હતી. સાયન્સ મ્યુઝીયમના ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ આવેલ બાળકો અને શિક્ષક મિત્રોનું શાબ્દિક સ્વાગત કરી મ્યુઝીયમ વિષે સવિસ્તૃત માહિતી આપી હતી.

સાયન્સ ટુરમા સાયન્સ મ્યુઝીયમ ખાતે આવેલ જુદી જુદી સાયન્સ ગેલેરી જેવીકે ડાયનાસોર ગેલેરી,હ્યુમન સાયન્સ ગેલેરી, કેમેસ્ટ્રી નોબેલ પ્રાઈઝ ગેલેરી/ફીજીક્સ નોબેલ પ્રાઈઝ ગેલેરી , હાઇડ્રોપોનીક્સ ગેલેરી અને ઓપ્ટીક્સ ગેલેરીનું પ્રદર્શન કરાવવામાં આવ્યું હતું તેમજ ગેલેરીમાં નિષ્ણાતો દ્વારા સમજ આપવામાં આવી.

ડાયનાસોર ગેલેરીમાં ડાયનાસોરની ઉત્પત્તિ અને તેના મળી આવેલા અવશેષો, હ્યુમન સાયન્સ ગેલેરીમાં માનવ શરીરના જુદા જુદા કામ કરતા ભાગ અને ગર્ભાવસ્થાની સમજુતી, કેમેસ્ટ્રી અને ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકો વિષે માહિતી, હાઈડ્રોપોનીક્સ ગેલેરીમાં જમીન વિના આંગણે ઓછા પાણીએ થતી ઓર્ગેનિક શાકભાજી અને મસાલા વિષે સવિસ્તાર માહિતી આપવામાં આવી.

ઓપ્ટીક્સ ગેલેરીમાં પ્રકાશના વિભાજન અને વક્રીભવનની સમજુતી આપતા જુદા જુદા મોડેલ્સની સવિસ્તાર માહિતી આપવામાં આવી. ત્યારબાદ 5-D થીયેટર મા વિદ્યાર્થીઓને ડાયનાસોર ની ફિલ્મ બતાવી આનંદ વિભોર બનાવ્યા હતા. કાર્યક્રમમાં વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર વનવીરભાઈ ચૌધરી, સાયન્સ કોમ્યુનીકેટર દર્શનભાઈ, નિકુલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...