તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન:પાટણ જિલ્લાના શિક્ષકોને અને તેમના માતા પિતાને પણ કોરોનાની રસી અપાઈ

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણ યુનિવર્સિટીના 500 કર્મચારીઓએ કોરોના વેક્સિન લીધી

પાટણ શહેરમાં વધતી જતી કોરોનાના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય તંત્ર, નગરપાલિકા તંત્ર, શહેરની સેવાકીય અને સામાજિક વિવિધ સંસ્થાઓ દ્વારા કોરોના વેક્સિનની જાગૃતિ અર્થેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાટણમાં રવિવારે પણ જિલ્લામાં કોરોના વેક્સિનની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેમાં પાટણ શહેરમાં સવારે 9 વાગ્યાથી શહેરની જનરલ હોસ્પિટલ, પાટણ પાલિકા નજીક આવેલા અર્બન હેલ્થ સેન્ટર તેમજ ભારતીય આરોગ્ય નિધિ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને તેમના માતા-પિતાને વેક્સિન આપવામાં આવી હતી. અંદાજે 2000 જેટલા લોકો કોરોનાની રસી આપવા અંદાજ છે.

ત્યારે શનિવારના રોજ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અધ્યાપકો, કર્મચારીઓ, ઓફિસરો સહિતના 5૦૦ ઉપરાંત સ્ટાફે સમૂહમાં કોરોનાની વેક્સિન લીધી હતી. અને અન્યોને પણ સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતી કોરોનાની રસી લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો