તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાતા જાગૃતિ રેલી:પાટણમાં મતદાતા જાગૃતિ માટે શિક્ષકોએ બાઈક રેલી યોજી

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટરના હસ્તે રેલીનું પ્રસ્થાન 28 તારીખે યોજાનારી ચૂંટણીમાં મતદાન માટે અપીલ

પાટણ શહેરના બજારો સહિત વિવિધ વિસ્તારોમાં ફરી શિક્ષકોએ બાઈક રેલી યોજી મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા. 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓયોજાવા જઈ રહી છે. ત્યારે મતદારો પોતાના મતનું મૂલ્ય સમજી મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા બાઈક રેલી યોજાઈ. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટીએ લીલી ઝંડી આપી આ બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

મતદાન માટે જાગૃતિ કેળવાય અને 100 ટકા મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સ્વેપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલાના નેતૃત્વમાં પાટણ ખાતે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘મતદાન અવશ્ય કરીએ’, ‘મતદાન મહાદાન’, ‘મતદાન આપણો અધિકાર’, ‘મતદાન ચૂકશો નહીં’ જેવા બેનર્સ સાથે શિક્ષકોએ બાઈક રેલી યોજી પાટણ શહેરના બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને મતદાન માટે જાગૃત અને પ્રોત્સાહિત કર્યા હતા. કલેક્ટર કચેરીથી શરૂ થયેલી આ બાઈક રેલીનું સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સમાપન થયું હતું. આ બાઈક રેલીના પ્રસ્થાન સમયે કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર ભરતભાઈ જોષી, જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ, પાટણ મામલતદાર ચાર્મીબેન પટેલ, શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ-2021 અંતર્ગત પાટણ જિલ્લા પંચાયત, 09 તાલુકા પંચાયતો તથા પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય તથા હારીજ નગરપાલિકાની પેટા ચૂંટણીનું મતદાન આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જે અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો