તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:દરેક તાલુકામાં મનરેગાના 700 લાભાર્થીઓ ને કામો નો લાભ આપવા ટીડીઓને ટાર્ગેટ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામોમાં કામો કરી લોકોની આવકમાં વધારો કરવા સરપંચ તલાટીઓને સુચના અપાઈ

પાટણ જિલ્લામાં મનરેગા અંતર્ગત 140 કરોડનું બજેટ નક્કી કરવામાં આવતા ગ્રામીણ વિસ્તારમાં સામૂહિક અને વ્યક્તિગત કામો થકી લોકોને રોજગારી મળે અને ગામોનો વિકાસ થાય તે માટે તાલુકા મથકો પર સરપંચ અને તલાટી કમ મંત્રીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા બેઠકો કરી કામ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક તાલુકામાં 700 લાભાર્થીઓને જુદા જુદા કામોનો લાભ અપાવવા માટે તાલુકા વિકાસ અધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે.

પાટણ જિલ્લામાં મનરેગા નું દર વર્ષે સરેરાશ 25 કરોડ બજેટ નક્કી કરવામાં આવતું હતું જ્યારે આ વખતે 140 કરોડ બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 90 ટકા અંદાજે 5600જેટલા વ્યક્તિગત કામો નો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાટણ સરસ્વતી સિધ્ધપુર ચાણસ્મા હારીજ સમી શંખેશ્વર અને રાધનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડિ.કે પારેખ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોશી મનરેગા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સંકેત જોશી સહિતે સરપંચ અને તલાટી સાથે બેઠક કરી ગામોમાં સામૂહિક કામો તળાવ ઉંડા કરવા આડબંધ બનાવવા રસ્તા ના નવીનીકરણ તળાવ પિંચિંગ વૃક્ષારોપણ આંગણવાડી પંચાયત ઘર ચેકડેમ કેનાલ સફાઈ ના કામો કરવા માટે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...