પાટણ ખાતે પોતાના ઘરે આવેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જાણીતા અભિનેત્રી નેહા મેહતાએ પાટણના નગર દેવી કાલિકા માતાજી મંદિરે કાલિકા માતાજી, ભદ્રકાળી માતાજી અને ક્ષમકારી માતાજીના દર્શન કર્યા હતા.
ત્યારબાદ કાળકા મંદિરની સામે આવેલા 900 વર્ષ જૂના મહાદેવજીના શિવલીગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો શહેરના નગરવાડામાં આવેલા તેમના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના પણ ધારાસભ્ય કિરીટ પટેલ સાથે કર્યા હતા.
કાલિકા માતાજીના મંદિરે આવેલા નેહા મેહતાને મંદિરના પૂજારીએ મંદિરનો ઇતિહાસ જણાવ્યો હતો. આ વિસ્તારના કોર્પોરેટર મનોજપટેલ સહિત વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.