ફાયર સેફ્ટી મામલે કડક કાર્યવાહી:પાટણ નગરપાલિકા વિસ્તારમા નોટિસ બાદ પણ કોઈ કામગીરી ન થતા 10 બિલ્ડિંગના નળ કનેકશન કટ કરાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં ફાયર સેફટી મુદ્દે બેદરકારી દાખવનાર 10 હાઈરાઈઝ બિલ્ડિંગ સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આજે રજાના દિવસે પણ પાલિકાએ કામગીરી કરી દસેય બિલ્ડિંગના નળ કનેકશન કટ કરી દેતા રહીશોમાં દોડધામ મચી હતી.

શહેરની હાઈરાઇઝ બિલ્ડીંગોમાં સર્જાતી આગની ઘટના દરમિયાન અનેક નિર્દોષ માનવ જિંદગીઓ આ આગની લપેટમાં મોતને ભેટતા હોવાની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આવી હાRરાઇઝ બિલ્ડીંગોમાં લાગેલી આગ ઓલવવાની ફાયર સેફટીની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે આગ લાગે તે સમયે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આવી હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ફરજિયાત પણે ફાયર સેફટી ની સુવિધા ઉપલબ્ધ બનાવવા પરિપત્ર કરવામાં આવ્યો હોય જે પરિપત્રના અનુસંધાને પાટણ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી સહિત ની ટીમે તાજેતરમાં શહેરની હાયરાઇઝ બિલ્ડીંગોની રૂબરૂ તપાસ કરી જે હાઈરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવી બિલ્ડીંગોના સંચાલકો અને બિલ્ડરોને નોટિસોની બજવણી કરી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

ફાયર વિભાગના અધિકારી સ્નેહલ મોદી એ જણાવ્યું હતું કે ટીમના સર્વે બાદ પાટણ શહેરમાં 17 જેટલી હાયરાઇઝ બિલ્ડીંગો​​​​​​​ના સંચાલકોને ફાયર સેફટી ની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે નોટીસો પાઠવવામાં આવી હતી.જે પૈકી કેટલીક હાયરાઈઝ બિલ્ડીંગો નાં સંચાલકો દ્વારા નોટીસો મળવા છતાં ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ બનાવવા ઉદાસિનતા દાખવતાં હોય જે બાબતને લઈને પાટણ નગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હાઈરાઇઝ બિલ્ડીંગોના સંચાલકોની ઉદાસિનતા સામે કડક કાર્યવાહી હાથ ધરવા પાલિકા નાં અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો અને સવૉનુમતે નિણૅય કરી આવાં હાઈરાઇઝ બિલ્ડીંગોના નળ કનેક્શન કાપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જેને લઈને રવિવારના રોજ પાટણ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ સહિત પાટણ નગરપાલિકા વોટર વકૅસ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે શહેરની 10 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગો​​​​​​​ના નળ કનેક્શન કાપી નાખી 5 જેટલા હાયરાઈઝબિલ્ડીંગો કે જે રેસિડેન્સની સાથે કોમૅશિયલ છે તેવા બિલ્ડીંગ નીચેની તમામ દુકાનોને સિલ કરવામાં આવી હોવાનું પાટણ ફાયર વિભાગ અધીકારી સ્નેહલ મોદીએ જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા હાઈરાઈઝ બિલ્ડીંગોનાં રવીવારે રજા દિવસે જ નળ કનેક્શન જોડાણ સાથે દુકાનોને સીલ મારવાની કામગીરી નાં પગલે હાઇરાઇઝ બિલ્ડીંગોમાં રહેતા પરિવારજનો સહિત સીલ કરવામાં આવેલ દુકાનોનાં માલિકોમાં દોડધામ મચી હતી. આ બાબતે રહીશો અને વેપારીઓ દ્વારા હાઈરાઇઝ બિલ્ડીંગ બનાવનારા બિલ્ડર સાથે બેઠક યોજવાનું વિચારી ફાયર સેફટીની સુવિધા વહેલી તકે ઉપલબ્ધ બને અને પુનઃ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા વોટર વર્કસ શાખાના સૂત્રને સૂચના આપી નળ કનેક્શન જોડાણ ચાલુ કરાવે અને દુકાનોનાં મારેલા સીલ ખોલાવે તે માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી હોવાનું રહિશો અને વેપારીઓ દ્વારા જાણવા મળ્યું હતું.

આ 10 હાઈરાઈઝ બિલ્ડિંગના નળ કનેકશન કાપવામાં આવ્યા 1,કેશવ હાઈટસ 2, હસ્તિનાપુર ફ્લેટ 3,શ્રીજી એપાર્ટમેન્ટ 4,અશોકા ફલેટ 5,શુકુન ફલેટ 6,સપના એપાટૅમેન્ટ 7, ઈન્દ્રપુરી ફલેટ 8, સાંઈ પ્લાઝા 9,શ્રેય પરિસર અને 10, ચિંતામણી ફ્લેટ નાં નળ કનેકશન કાપવામા આવ્યા છે.​​​​​​​કોમર્શિયલ પાંચ બિલ્ડીંગો નીચેની તમામ દુકાનોને સિલ મરાયા હતા જેમાં 1, સપના એપાટૅમેન્ટ,2, ઈન્દ્રપુરી ફલેટ, 3,સાંઈ પ્લાઝા,4,શ્રેય પરિસર અને 5,ચિંતામણી ફ્લેટ નીચેની દુકાનોને સીલ મારવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...