તપાસ:ટુવડ-કુંવારદ રોડ પર ખેત તલાવડીમાં ટેન્કર ચાલક કેમિકલ ઠાલવી ગયો

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટૂવડના ખડૂતે શંખેશ્વર પોલીસ અને મામલતદાર કચેરીમાં અરજી કરી

શંખેશ્વર તાલુકાના ટુવડ-કુવારદ રોડ પર આવેલી ખેત તલાવડીમાં ટેન્કર મારફતે કેમિકલ ઠલાવાતા પાણી તેમજ પર્યાવરણને નુકસાન થયું છે તેવી શંખેશ્વર પોલીસ મથકે ખેડૂત દ્વારા અરજી કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શંખેશ્વર તાલુકાના ટુવડ ગામના અનિલભાઈ બાબુભાઈ સિંધવના ટુવડ-કુવારદ રોડ ઉપર આવેલા ખેતરમાં ખેત તલાવડી બનાવેલી છે. 31 ઓગસ્ટે સાંજે તેઓ અને તેમના ગામના હેમુભાઈ હરિભાઈ ચાવડા તેમના ખેતરમાંથી આંટો મારી ઘરે પરત આવતા હતા ત્યારે એક ટેન્કરનો ચાલક ટેન્કરમાંથી ખેત તલાવડીમાં કેમિકલ ઠલવીને પુરઝડપે નાસી ગયો હતો.

આ કેમિકલ તેમના ખેતરમાં નાખવાથી તેમને નુકશાન થયું છે તેમજ તેઓ હવે આ તલાવડીનું પાણી પિયત માટે પણ ઉપયોગમાં લઇ શકશે નહિ.આ કૃત્ય પર્યાવરણ માટે પણ નુકશાન કારક હોવાથી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અનિલભાઈ સિંધવે શંખેશ્વર પોલીસ મથકે અને મામલતદાર કચેરી ખાતે અરજી કરી છે.આ અંગે ઇન્ચાર્જ પીઆઈ એસ એફ ચાવડાએ જણાવ્યું હતું કે આ અંગેની શુક્રવારે અરજી મળી છે અને તેની તપાસ સોંપવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...