આરોગ્ય મેળો:પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો યોજાયો, વિવિધ રોગના દર્દીઓએ લાભ લીધો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મેળામાં મેલેરીયા, આઇસીડીએસ, આયુર્વેદિક સહિતના સ્ટોલો કાર્યરત કરવામાં આવ્યા

'પહેલુ સુખ તે જાતે નર્યા' એ સૂત્રને સાર્થક કરતા આજે પાટણ શહેરની મધ્યમાં આવેલી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાનો આરોગ્યમેળો યોજાયો હતો. તાલુકા પ્રમુખ માયાબેન ઝાલાના હસ્તે રીબીન કાપી વિધીવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ આરોગ્યમેળામાં સરકારીતંત્રની વિવિધ શાખાઓના સ્ટોલો કાર્યરત કરવામાં આવ્યા હતા. જ્યાં તાલુકા પ્રમુખ સહિત તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સિવિલ કેમ્પસ ખાતે કાર્યરત કરાયેલા વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી.

આ આરોગ્યમેળામાં મેલેરીયા શાખા, આઇસીડીએસ, આયુર્વેદિક શાખા, રમતગમત વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના સ્ટોલો કાર્યરત કરવામાં આવ્યા હતા. જ્યા તમામ સ્ટોલોની તાલુકા પ્રમુખે મુલાકાત લઇ માહિતી મેળવી હતી. આ આરોગ્યમેળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિવિધ રોગના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...