પાટણ જિલ્લાની સ્પોટ ઓથોરિટી ઓફ ગુજરાતના અંડરમાં ચાલતી ડિસ્ટ્રીક સ્પોર્ટસ સ્કૂલ ઝુડો અને જિલ્લા રમત પ્રશિક્ષણના રમત ગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ પાટણ શહેરના રમતગમત સંકુલ જીમખાના ખાતે ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટસ સ્કૂલના 27 વિદ્યાર્થીઓના કોચ દ્વારા સ્કેનિંગ ટેસ્ટ લેવામાં આવ્યાં હતા.
પાટણ શહેરના કનાસડા દરવાજા પાસે આવેલ સરદાર પટેલ રમતગમત જીમખાના માં ગુરુવારે ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટસ સ્કૂલના 27 વિદ્યાર્થીઓનું સ્કેનિગ ટેસ્ટ કોચ દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં પાટણ જિલ્લા રમત ગમત પ્ર શિક્ષણ કેન્દ્રના અધિકારી કિરણ પટેલના માર્ગદર્શન હેઠળ અંતરરાષ્ટ્રીય કક્ષાના જોયોજીયાથી એક્સપર્ટ કોચ લાશા, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત હેડ કોચ વ્રજભૂષણ રાજપૂત, સ્ટેટ એકેડેમી ના સતપાલરાણા, બહેનાના હેડ કોચ શીતલ શર્મા ,પાટણ ઝુડો સેક્રેટરી પ્રણવ રામી, નવીન પુરોહિત ટ્રેનર, કુબેર ભાઈ ચૌધરી, વ્યાયામ મંડળ પ્રમુખની ઉપસ્થિતમાં પાટણ જિલ્લા ડી એલ એસ એસ ના ઝુડોના ખેલાડીઓ ની પસંદગી માટે પક્રિયા હાથ ધરાઈ હતી.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના હેડ કોચ વ્રજભૂષણ જણાવ્યું હતું કે, પાટણ ડી એલ એસ એસના વિદ્યાર્થીઓનું ટેલેન્ટ સર્ચ કરવામાં આવ્યા છીએ જેની અંદર કેટલાક ખેલાડીઓ પસંદ આવ્યા છે.જેની ફરીથી ફાઇનલ સ્કેનિગ કરીશું જે ફાઇનલ ડીસીઝન લઈ એકેડેમીમાં તક આપવામાં આવશે.
રાજ્ય કક્ષાની એકેડેમીમાં સ્કૂલમાંથી તૈયાર થઈ ડીએલ એસ અસ માં જાય છે. ડ્રિસ્ટિક લેવલ સ્પોર્ટસમાં બાળકોને સ્પોટની સાથે ભણાવવામાં આવે છે. તમામ ખર્ચ ગુજરાત સરકાર આપે છે. જ્યાં ખેલાડીને હાઈ પરફોર્મન્સ માટે તૈયાર કરવામાં આવે છે. સમગ્ર સ્પોર્ટસની ટીમ આ ખેલાડી ને તૈયાર કરે છે. આ ખેલાડીઓને એશિયન ટુર્નામેન, વર્લ્ડ ચેમ્પિયનચીફ અને લાસ્ટમાં ઓલમ્પિક સુધી સુધી લઈ જવામાં આવે છે. અમારો ટાર્ગેટ છે કે, 24 ,28અને32માં ને પાઇપ લાઈનમાં રાખ્યું છે. તેને ધ્યાન માં રાખી આ ટેલેન્ટ પક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.