• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Talatis Working In The Taluk Of The District Including Patan Are On Strike, Threat To Continue The Strike If The Demands Are Not Met.

અરજદારોને મુશ્કેલી:પાટણ સહિત જિલ્લાના તાલુકામાં ફરજ બજાવતા તલાટીઓ હડતાળ પર, માંગણીઓ નહીં સંતોષાય તો હડતાળ થયાવત રાખવાની ચીમકી

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર, નાયબ કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું

પાટણ શહેર સહિત જિલ્લાનાં તાલુકા પંચાયત કચેરી ખાતે મંગળવારના રોજ તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને સંતોષવા હડતાળ પર ઉતરી મામલતદાર, નાયબ કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

સુત્રોચ્ચાર કર્યા
પાટણ સહિત તમામ તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ દ્વારા મંગળવારે પોતાની પડતર માંગણીઓ સરકાર દ્વારા સંતોષવામાં નહીં આવતા પોતાની ફરજ પરથી અળગા રહી હડતાલનું રણસીંગુ ફુકી સુત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ખાતે એકત્ર થઇ પોતાની પડતર માંગણીઓ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સંતોષવામાં આવે તેવી માંગ સાથે તમામ તાલુકા તાલુકા પંચાયત કચેરી, મામલતદાર, નાયબ કલેકટર અને તાલુકા વિકાસ અધિકારીને તલાટી કમ મંત્રીઓએ આવેદનપત્ર આપી પોતાની માગણીઓ રજૂ કરી હતી.

અરજદારોને હાલાકી
તલાટી કમ મંત્રી દ્વારા અપાયેલા આવેદનપત્રમાં તેઓએ પોતાના કેડરના પડતર પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી હોવાની સાથે પ્રશ્નનું નિરાકરણ નહિ આવે તો તલાટીઓ દ્વારા હડતાલ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી હતી. તલાટી કમ મંત્રીઓની હડતાલના પગલે અરજદારોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...