પાટણ શહેરમાં આવેલી રાણકીવાવ ખાતે જિલ્લાના તલાટી કમ મંત્રી દ્વારા ત્રિરંગાના માન અને સન્માન માટે ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લા તલાટી કમ મંત્રીમંડળ જે છેલ્લા 2-8-2022થી પોતાની પડતર માંગણીઓના મુદ્દે હડતાળ પર ઉતરેલા છે. જેઓ આજરોજ જિલ્લા તલાટી કમ મંત્રીના સભ્યો દ્વારા પાટણની રાણીની વાવ ખાતે હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ત્રિરંગા રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
ઉગ્ર આંદોલનની ચીમકી
આ પ્રસંગે જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ સતિષભાઇ જાદવે જણાવ્યુ હતુ કે, પાટણ જિલ્લાના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઓને લઇ તા. 2-8-22થી હડતાળ પર ઉતરેલા છીએ. જો અમારી પડતર માંગણીઓનુ સુખદ સમાધાન નહી થાય તો ભવિષ્યમાં ઉગ્ર અને જલદ કાર્યક્રમો આપીશું. આ સાથે ડીઝાસ્ટર એકટને લગતી તમામ કામગીરી કામો કરીશું. તેમજ 13થી 15 ઓગષ્ટ સુધી હર ઘર ત્રિરંગા અભિયાનમાં જે કામગીરી કરવાની થશે તે કરીશુ, તે સિવાયની કામગીરી કરીશુ નહી. આજરોજ મળેલી તલાટીઓની બેઠકમાં મોટી સંખ્યામાં કર્મચારી હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.