તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:રાધનપુરમાં એકલતાનો લાભ લઇ છરીની અણીએ દુષ્કર્મ આચર્તા પરિણીતાએ ફરિયાદ નોંધવી

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ફરી દૂષ્કર્મ આચરવા આવતા મહિલાએ બૂમાબૂમ કરતા શખ્સ નાસી છૂટયો
 • પરિણીત મહિલાએ રાધનપુર પોલીસ મથકે શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

રાધનપુર ખાતે રહેતી એક પરિણીત મહિલાના પતિ નોકરીએ ગયા હતા તે દરમિયાન મહિલા ઘરે એકલી હતી તેનો લાભ લઈ છરીની અણીએ મોઢું દબાવી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ફરીથી એ શખ્સ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવતા મહિલાએ બૂમાબૂમ કરતા શખ્સ ત્યાંથી નાસી છૂટયો હતો અને સમગ્ર મામલે રાધનપુર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

રાધનપુરમાં રહેતું એકદંપતિ જેમાં પતિ સોલરની નાઇટ ડ્યુટીમાં નોકરી અર્થે ગયેલા હતા. પરિણીતા તેના બાળકો સાથે ઘરે એકલી હતી. તારીખ 16 જાન્યુઆરી 2021ના રોજ મધ્યરાત્રીએ રાધનપુરનો બલોચ શરીફખાન જાનમોહમ્મદ મહિલાનો એકલતાનો લાભ લઇ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેનું મોઢું દબાવી છરી બતાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેને ગાળો બોલી આ બાબતની જાણ જો કોઈને કરીશ તો તારા છોકરાઓ તેમજ પરિવાર સહિત અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે ડરના મારે મહિલાએ કંઈ કીધું નહોતું પણ તારીખ 24/02/2021ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં શખ્સ ફરીથી ઘરમાં ધુસી મહિલાને ઘસડી ઓરડામાં લઈ જવાની કોશિશ કરતા મહિલાએ ચીસો પાડતા શખ્સ ત્યાંથી નાસી છૂટયો હતો. આ અંગે મહિલાએ રાધનપુર પોલીસ મથક બલોચ શરીફખાન જાનમોહમ્મદ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પી.એસ.આઇ બી.જે.સોઢાએ જણાવ્યું હતું કે હાલમાં મહિલાનું મેડિકલ ચેકઅપ તેમજ આજુબાજુના નિવેદનો અને આરોપીની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો