તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ઓફલાઈન પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લો : છાત્રો

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીના ઓનલાઈન અભ્યાસમાં પરિણામ બગડવાની ભીતિથી કુલપતિને રજૂઆત

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાઓમાં સોફ્ટવેર સક્ષમ ન હોઈ સેમિસ્ટર એકની પરીક્ષાઓ ઓનલાઇન રદ કરી ઓફલાઈન લેવાનો નિર્ણય કરતા ગુરુવારે સેમ 1 ના કેટલાક છાત્રો નિર્ણયના વિરોધમાં કુલપતિને આવેદનપત્ર આપી ઓનલાઇન અભ્યાસક્રમ કરાવવામાં આવ્યો હોઈ પરીક્ષા ઓફલાઈન ન લેવામાં આવે અથવા ઓફલાઈન લેવામાં આવે તો એમસીક્યું પદ્ધતિથી જ લેવામાં આવે તેવી માંગ કરી હતી.

યુનિવર્સિટી દ્વારા સ્નાતકમાં સેમ 1 અને 3 ની પરીક્ષાઓ ઓનલાઇન લેવાંની જાહેરાત બાદ સેમ 3 ની પરીક્ષાઓ ઓનલાઈન ચાલી રહી છે. ત્યારે પરીક્ષા દરમ્યાન જ સોફ્ટવેર યોગ્ય રીતે કામ ન કરી સર્વર ડાઉન રહેતા છાત્રોની પરીક્ષાઓ બગડી રહી હોઈ યુનિવર્સિટી દ્વારા સેમ 1 ની સંખ્યા વધુ હોઈ પરીક્ષા ઓનલાઇન લેવા માટે સોફ્ટવેર સક્ષમ ન હોઈ ઓફલાઈન લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેથી ગુરુવારે સેમ 1 ના છાત્રો એકત્ર થઇ વહીવટી ભવન ખાતે આવી યુનિવર્સિટીના નિર્ણય સામે વિરોધ દર્શાવી કુલપતિ સામે આક્રોશ ઠાલવ્યો હતો.

કોરોનાને લઇ સમગ્ર અભ્યાસ કોલેજોમાં ઓનલાઇન ​​​​​​​ચલાવવામાં આવ્યો હોઈ ઓફલાઈન પરીક્ષામાં પ્રશ્નોતરી રીતે પરીક્ષા લેવામાં આવશે તો છાત્રોનું પરિણામ નીચું આવશે. જેથી પરીક્ષા ઓનલાઇન જ લેવામાં આવે, જો એ શક્ય ન હોય તો ઓફલાઈન પરીક્ષા એમસીક્યું પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ સાથે કુલપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો