તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:શાળાથી ઘરે જઈ રહેલાં સિદ્ધપુરનાં શિક્ષિકાના સોનાના દોરાની તફડંચી

પાટણ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાઈક સવાર બે શખ્સો સોનાનો દોરો તોડી ગયા
 • ખળીના ઉમિયાપુરા પ્રાથમીક શાળાથી ઘરે જતાં હતાં

સિદ્ધપુરના શિક્ષિકા શાળાએથી સોમવારે ચાલતાં જતાં હતાં ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો તેમના ગળામાંનો સોનાનો સવા તોલાના દોરો ખેંચીને બાઇક પર બેસીને નાશી છૂટ્યા હતા. સિદ્ધપુરની નંદનવન સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન બળદેવભાઇ પટેલ ખળી ગામે અાવેલી ઉમિયાપુરા પ્રાથમીક શાળામાં ફરજ બજાવે છે. જે સોમવારે બપોરે શિક્ષણ કાર્ય પૂણ કરી સ્ટાફના નિલમબેન પટેલ સાથે ચાલતા જોગણી માતાના મંદિર નજીક પસાર થતાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે નીચે ઉતરી ધર્મિષ્ઠાબેન ગળામાં પહેરેલ સોનાની ચેઈન (રૂ.50000)ની ખેંચી બાઇકમાં બેસી ખળી ચાર રસ્તા તરફ ફરાર થઈ ગયા હતા. અા અંગે ધર્મિષ્ઠાબેને સિદ્ધપુર પોલીસમાં ગુનો નોંધાવ્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો