પાટણ શહેરમાં ઉનાળાની કારમી ગરમીમાં લોકોને અને ખાસ કરીને યુવા વર્ગ અને મહિલા વર્ગને રાહત મળે તે માટે પાટણ જિલ્લા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે કોરોનાકાળનાં બે વર્ષ બાદ આજથી શરુ કરાયેલા સ્વિમિંગપુલમાં સવારે પુરુષોની બે બપોરે સ્પોર્ટસનાં વિદ્યાર્થીઓની એક અને સાંજે પુરુષોની વધુ એક બેચનો પ્રારંભ થયો હતો.
આજે પ્રથમ દિવસે સવારે બે બેચમાં 150 અને મહિલાઓની બેચમાં 30ની સંખ્યા હતી. એમ અત્રેનાં સ્વિમિંગ કોચ હેમલભાઇ વર્ધાનીએ જણાવ્યું હતું. આજે પ્રથમદિવસે સંખ્યા ઓછી હતી. જે સોમવારથી તમામ બેચ ફુલ થઇ જશે. આ માટે 500 ઉપરાંત ફોર્મ વહેંચાયા હતા. જે પૈકી ઘણા તરણબાજો હવે કદાચ જોઇન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.