તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:પાટણમાં સફાઈ કામદારોને ડિઝલ મશીન, લોડીંગ સાઇકલ તથા સલામતીના સાધનો માટે સહાય ચૂકવવામાં આવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારીરમેશ મેરજાના હસ્તે લાભાર્થીઓને સાધન વિતરણ કરવામાં આવ્યા

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના પાટણ એકમ દ્વારા 13 જેટલા સફાઈ કામદારોને ડિઝલ મશીન, લોડીંગ સાયકલ તથા સલામતીના સાધનો ખરીદવા માટે સહાય ચૂકવવામાં આવી છે. જેમાં જિલ્લા વિકાસ અધિકારીરમેશ મેરજાના હસ્તે લાભાર્થીઓને સાધન વિતરણ કરવામાં આવ્યા હતા.

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના પાટણ એકમના જનરલ મેનેજર પી.ડી.સરવૈયાએ જણાવ્યું હતું કે, સફાઈ કામદારોને ડિઝલ મશીન પેટે લાભાર્થી દીઠ રૂ.25 હજાર લોડિંગ સાયકલ પેટે લાભાર્થી દીઠ રૂ.15 હજાર તથા સલામતીના સાધનોની ખરીદી કરવા લાભાર્થી દીઠ રૂ.10 હજારની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવણી કરવામાં આવે છે.

જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના હસ્તે પાટણ જિલ્લાના 13 જેટલા લાભાર્થીઓને કુલ રૂ.6.50 લાખની સહાયના ડિઝલ મશીન, લોડિંગ સાયકલ તથા સલામતીના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...