યુવા દિવસ:પાટણ યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓના લાભાર્થે હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ કા.કુલપતી. ડૉ. રોહિતભાઈ દેસાઈની અધ્યક્ષતામા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના ઉપક્રમે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમા પ્રેરક ઉપસ્થીતી ડૉ.રાજુલબેન દેસાઈ મુખ્ય વક્તા તરીકે ડૉ. કુલદીપ લુહાણા એ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત કા.કુલપતી. ડૉ. રોહિતભાઈ દેસાઈના સ્વાગત પ્રવચન અને આશિર્વચનથી કરવામા આવી હતી.

ડૉ. રાજુલબેન દેસાઈએ યુવા વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓ સાથે સંવાદની શૈલીથી વાર્તાલાપ કરીને સમયની મહત્તા તેમજ યુવાવસ્થાનો સદ્ઉપયોગ કરવાની શિખ આપીને સ્વચ્છતા અને શહેરના વિકાસ માટે યુવાશક્તીનો અગત્યનો ભાગ હોવાની જાણકારી આપી હતી.કાર્યક્રમના મુખ્ય વક્તા કુલદીપભાઈ લુહાણાએ વિદ્યાર્થીઓને વિવેકાનંદજી ના જીવનના અગત્યના પાસાઓ અને ઘટનાઓની જાણકારી રોચક શૈલીમા આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. આશુતોષ પાઠકે કર્યુ હતું અને કાર્યક્રમ ની આભારવિધી યુવા વિદ્યાર્થિ પ્રતીનીધી રિપેશ બારોટે કર્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કા.કુલસચીવ ડો. ચિરાગભાઈ પટેલના માર્ગદર્શન મુજબ કરવામા આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...