સ્વચ્છ ભારત અભિયાન:સમી તાલુકાના કોડધા અભયારણ્યમાં સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો, ઝાડીનું કટિંગ કરી સફાઇની કામગીરી કરાઇ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગ અને જિલ્લા રમતગમત કચેરી દ્વારા સાહસિક તાલીમ શિબિર યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાના સમી તાલુકાના કોડધા અભયારણ્ય ખાતે સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ અને સાહસિક તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં 14 ઓક્ટોબર નીલકંઠ મહાદેવ - કુવડ અને 15 ઓક્ટોબરના રોજ રાફુ ઉત્તર બુનિયાદી શાળા ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું. 16 ઓક્ટોબર, 2021ના રોજ કોડધા અભયારણ્ય ખાતે સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ હાથ ધરીને સફાઈ કરવામાં આવી હતી. જેમાં અભયારણ્યની ઝાડીનું કટિંગ અને અભયારણ્ય વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રીકરણ કરવામાં આવ્યું હતું.

વન વિભાગ અને જિલ્લા રમતગમતની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત કાર્યક્રમના નોડલ અધિકારી તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી વીરેન્દ્ર પટેલ, વનવિભાગના ફોરેસ્ટ ઓફિસર વિજયસિંહ અને એચ.કે.નાઈ તથા સાહસિક શિબિરના તજજ્ઞ તરીકે હરેશભાઈ ચાવડા તથા લાલસિંહ ઠાકોર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...