તપાસ:પાટણ-બાલીસણા બેંક,ધિણોજ પોસ્ટમાં 36.29 લાખના શંકાસ્પદ વ્યવહાર થયા

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ વ્યવહારો ચૂંટણી તંત્રના ધ્યાને આવતા ઇન્કમટેક્સ વિભાગે તપાસ કરી
  • ધીણોજ અને પાટણમાં થયેલા આર્થિક વ્યવહારમાં ક્લિનચિટ, બાલીસણા બેંકમાં થયેલા રૂ.16.30 લાખના વ્યવહારની IT દ્વારા તપાસ ચાલી રહી છે

વિધાનસભાની ચૂંટણીમાં બેંકો પોસ્ટ ઓફિસોમાં થતાં આર્થિક લેવડ-દેવડના વ્યવહારો પર ચૂંટણી તંત્રની સીધી નજર છે. જેમાં 3 એકાઉન્ટમાં કુલ રૂ.36.29 લાખના શંકાસ્પદ વ્યવહારો ચૂંટણી તંત્રના ધ્યાને આવતા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે.

ચાણસ્મા તાલુકા ધિણોજ ગામે એક ખેડૂતે તેના પોસ્ટ ઓફિસના એકાઉન્ટમાં રૂ.15 લાખ જમા કરાવ્યા હોવાનું પોસ્ટ ઓફિસ મારફતે ચૂંટણી તંત્રના ધ્યાને આવતા તંત્રએ ઇન્કમટેક્સ વિભાગને તપાસ સોંપી હતી.જેમાં ઇન્કમટેક્સે તપાસ કરતા ખેડૂતે તેની જમીનનું વેચાણ કર્યું હતું.તેના પૈસા તેણે પોસ્ટના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા કોઈ રાજકીય હેતુ માટે ના ન હતા.

જ્યારે ઇન્ડિયન ઓવરસિસ બેન્ક પાટણના એક ખાતેદારે તેના બેન્ક એકાઉન્ટમાંથી રૂ.4.99 લાખ ઉપાડ્યા હતા. આ બાબત બેંક મારફતે તંત્રના ધ્યાને આવતા આ મામલામાં પણ તંત્રએ ઇન્કમટેક્સ મારફતે તપાસ કરાવતા ખાતેદારે લોનના પૈસા ભરવા માટે તેના ખાતામાંથી પૈસા ઉપાડ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. કોઈ રાજકીય ઉદ્દેશ ન હતો.

જ્યારે બેંક ઓફ બરોડા બાલીસણા બેંકમાં એક એક્સપોર્ટ કંપનીના ખાતામાં રૂ.16.30 લાખ જમા થયા છે અને આ બાબત બેંકના માધ્યમથી ચૂંટણી તંત્રના ધ્યાને આવી છે ત્યારે આટલી મોટી રકમ આ એકાઉન્ટમાં કોણે મોકલી છે અને કેમ મોકલી છે તે તમામ બાબતોની તપાસ ઇન્કમટેક્સ વિભાગને સોંપી છે તેવું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...