પાટણ ડીસા હાઈવે પર આવેલ સરસ્વતીના વદાણી ગામ નજીક ગાયના શંકાસ્પદ મોત અંગે સવાલો ઉભા થતા આ વિસ્તારના લોકોમાં આક્રોશ ભભુકી ઉઠતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ગામ નજીક ખેતરમાં ગાયની કતલ થયાની આશંકાથી વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
બપોરના સમયે લોકોનું ટોળું વદાણી હાઈવે બસસ્ટેન્ડ પર હોટલો અને દુકાનો બંધ કરાવી રહ્યા હતા તે સમયે પોલીસે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો. ત્યાર બાદ ગામના સરપંચ સહિત બે-ત્રણ આગેવાની ઉપસ્થિતિમાં વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે ચર્ચા વિચારણા કરી હતી અને તપાસ પગલાં હાથ ધરવામાં આવશે તેવું જણાવતાં મામલો થાળે પડ્યો હતો.વાગડોદ પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી જાણવા જોગ દાખલ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પીએસઆઇ ગઢવીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.