તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:ધારપુરમાં મ્યુકરમાઈકોસિસનો શંકાસ્પદ કેસ, 6 બેડનો વોર્ડ તૈયાર

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારપુરમાં છ બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો - Divya Bhaskar
ધારપુરમાં છ બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો
  • 60 વર્ષના વૃદ્ધને કાન, નાક અને ગળાની તકલીફ જણાઈ, નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરવામાં આવી
  • ધારપુર સિવિલમાં મ્યુકરમાઈકોસિસનાં ઈન્જેક્શન કે સારવાર માટે દવા જ નથી, સારવાર કરવા તબીબોમાં અવઢવ

ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 60 વર્ષના વૃદ્ધને શંકાસ્પદ કોરોના અને મ્યુકરમાઇકોસીસની બીમારીના લક્ષણો જણાયા છે. જેથી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓને સારવાર આપવા માટે છ બેડનો સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ કમનસીબી એ છે કે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના દર્દીને સારવાર આપવા માટે ઇન્જેક્શન ટેબ્લેટ કે અન્ય કોઈ દવાઓ ઉપલબ્ધ નથી ત્યારે સરકારના આરોગ્ય વિભાગ પાસે મ્યુકરમાઇકોસીસની દવાઓ માટે માગણી કરવામાં આવી છે.

ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 60 વર્ષના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ તેમજ સિટી સ્કેનનો સ્કોર વધારે આવ્યો છે તેમજ નાક અને આંખની વચ્ચે પરૂ જેવું જણાતા વૃદ્ધને છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ કરી કોરોનાની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે. તેમજ તેમને કોરોના છે કે કેમ તેની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યું છે. તેમને મ્યુકરમાઇકોસીસના શંકાસ્પદ લક્ષણો જણાતા નાક, કાન, ગળાના ડોક્ટરનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. જોકે તેમને કોરોના અને મ્યુકરમાઇકોસીસ છે કે કેમ તેની ડોક્ટર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

નાક, કાન અને ગળાના ર્ડાક્ટરનો અભિપ્રાય લેવામાં આવશે
ધારપુર મેડિકલ હોસ્પિટલના ડો રશ્મિન ક્લાસવાએ જણાવ્યું હતું કે દર્દીને શ્વાસ લેવાની તકલીફ હતી એટલે દાખલ કર્યા છે. સિટી સ્કેન કરતા વધારે આવ્યો છે. તમને શંકાસ્પદ કોવિડ અને મ્યુકરમાઇકોસીસ જણાય છે. નાક અને આંખ વચ્ચે પરૂ જેવું અને ગાંઠ જેવું હોવાથી તપાસ માટે ઇ.એમ.ટી સર્જનને બોલાવવામાં આવ્યા છે તેઓ જોઈને નક્કી કરશે કારણકે નાક, કાન અને ગળાના ડોક્ટરને મ્યુકરમાઇકોસીસની બીમારીમાં સ્પેશિયાલિટી હોય છે એટલે તેમનો અભિપ્રાય લેવામાં આવશે.

શંકાસ્પદ દર્દીના નાકમાંથી સેમ્પલ લેવાય છે
મ્યુકરમાઇકોસીસના શંકાસ્પદ દર્દીનું નાકમાંથી સેમ્પલ લઈ પેથોલોજી લેબમાં મોકલવામાં આવે છે. લેબમાં પૃથકરણ થયા બાદ તેનો રિપોર્ટ આવે છે પરંતુ આ શંકાસ્પદ દર્દીના કિસ્સામા હજુ નાક, કાન, ગળાના ડોક્ટરના અભિપ્રાય પ્રમાણે આગળ રિપોર્ટ સહિતની કાર્યવાહી થશે તેવું ધારપુર મેડિકલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું

રોગ પ્રતિકારક શક્તિ ઘટતાં મ્યુકરમાઇકોસિસ થાય છે
ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ર્ડા. મનીષ રામાવતે જણાવ્યું હતું કે કોરોનાના દર્દીને સ્ટીરોઇડ આપવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે જેમાં ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓની વધારે ઘટી જાય છે જેથી તેમને મ્યુકરમાઇકોસીસ બીમારી થતી હોય છે. આ બીમારી ન થાય તે માટે તેમનું ડાયાબિટીસ કંટ્રોલ રાખવુ જેવા પગલા લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...