તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરપાલિકા તંત્ર જાગ્યું:પાટણના અંબાજી એરિયામાં સર્વે કરી દબાણો તોડવા નોટિસ અપાશે

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારે હડતળાની ચીમકી ઉચ્ચારતાં નગરપાલિકા તંત્ર જાગ્યું

પાટણ શહેરના અંબાજી નેલિયામાં 35થી વધુ સોસાયટીઓમાં અવરજવર કરવાનો મુખ્ય રોડ ઉપર બંને સાઇડ ઉપર દુકાનદારો અને કેટલાક રહીશોએ પાકા દબાણો કરતાં રોડ સાંકડો બની ગયો હોઈ રહીશોને પસાર થવામાં મુશ્કેલી પડતાં તેમજ નાના-મોટા અકસ્માતો બની રહ્યા હોઈ તાત્કાલિક રોડ ઉપર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની રજુઆત સાથે અરજદાર દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવે તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારતા નગરપાલિકા તંત્ર દોડતું થયું છે. નગરપાલિકા દ્વારા અંબાજી નેળિયા વિસ્તારમાં સર્વે કરીને ગણતરીના સમયમાં દબાણ કર્તાઓને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવનાર છે.

ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે અંબાજી નળિયા વિસ્તારનો નગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવશે. અને બંને સાઇડ થયેલાં દબાણોનો સર્વે બાદ જેટલા પણ દબાણ હશે તે દબાણકર્તાઓને દબાણ દૂર કરવા માટે નોટિસો આપવાની કાર્યવાહી કરવામાં આવશે. નોટિસો બાદ દબાણો નહીં હટાવે તો નગરપાલિકા દ્વારા તોડવાની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...