પાટણ શહેરમાં 40 વર્ષ જૂની થઇ ગયેલી ભુગર્ભ ગટરોને બદલીને નવી નાંખવા માટેની શક્યતાઓ તપાસવા માટેનો સર્વે આજથી શહેરનાં વોર્ડ નં. 1 માંથી શરૂ કરાયો છે. રોજ એક-એક વોર્ડનાં ચારેય સભ્યોને બોલવીને તેમનાં સૂચનો લેખિતમાં મેળવાશે.
આ વોર્ડ દીઠ સર્વેની કામગીરી માટે નિમાયેલી એજન્સી ધવલ એન્જીનીયર્સના બે અધિકારીઓએ આજે શહેરનાં વોર્ડ નં. 1માં સર્વે પૂર્વેની પ્રાથમિક ચકાસીને જે તે વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવવા માટેની કામગીરી શરુ કરી હતી. જેનાં ભાગરુપે આજે આ વોર્ડનાં સુધરાઇ સભ્યોને આ ટીમે બોલાવ્યા હતા. વોર્ડ નં. 1 નાં વિસ્તારોમાં ભુગર્ભ ગટરની સમસ્યાઓ વિસ્તારની ભુગોળ અંગે તેમની પાસેથી જાણકારી મેળવી હતી અને ચારેય સુધરાઇ સભ્યો પાસેથી લેખિતમાં બે દિવસમાં સુચનો મળી જાય તેવી સુચના આપી હતી.
ચારેય સભ્યો તેમનાં સુચનોનું એકત્રીકરણ કે સંકલન કરીને એજન્સીને સોંપશે. આજ રીતે રોજેરોજ એક એક વોર્ડમાં આ પ્રકારે સુધરાઇ સભ્યોનાં મંતવ્યો લેવાશે. જે આધારે સર્વેનું આયોજન કરીને ડી.પી.આર. બનાવવામાં આવશે. સર્વે હાથ ધરાશે. એમ ભુગર્ભ ગટર ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.