તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકીંગ:કોરોના કહેર વચ્ચે ચાણસ્મા તાલુકાની હોસ્પિટલમાં ડીવાયએસપી દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીવાયએસપીએ ગામડાના આગેવાનો તેમજ સરપંચ સાથે બેઠક યોજી

સમગ્ર પાટણ જિલ્લામાં કોરોનાના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે શાસન તેમજ પ્રશાસન હરકતમાં આવી રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં જે ગામોમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. તેવા ગામોમાં ડીવાયએસપી વાઘેલા દ્વારા ગામડાઓની મુલાકાત કરી હતી. તથા કોરોના કહેર વચ્ચે ચાણસ્મા તાલુકાની હોસ્પિટલમાં ડીવાયએસપી દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત કરી

મુલાકાતમાં ચાણસ્મા પોલીસ મથકના પી.આઇ શક્તિસિંહ ગોહિલ, પીએસઆઇ આર.વી પટેલ, હેડ કોસ્ટેબલ કેતનભાઈ પટેલ, આશિષ ભાઈ ચૌધરી, રોનક ભાઈ ચૌધરી, ગુણવંત ઠાકોર સહિતના પોલીસ સ્ટાફના માણસો ઉપસ્થિત રહી સમગ્ર ગામની મુલાકાત લીધી હતી. તેમજ ડીવાયએસપી તથા ચાણસ્મા પીઆઈ સહિતના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઇ ગામડાના આગેવાનો તેમજ સરપંચ સાથે બેઠક યોજી સોશિયલ ડિસ્ટનસ તથા કામ વગર બહાર નીકળવું નહીં તેવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

ચાણસ્મા પોલીસ મથકના પી.આઇ શક્તિસિંહ ગોહિલ પીએસઆઇ આર.વી પટેલ, હેડ કોસ્ટેબલ કેતનભાઈ પટેલ, આશિષભાઈ ચૌધરી, રોનકભાઈ ચૌધરી, ગુણવંત ઠાકોર સહિતના પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...