• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Summer Vacation Camp Has Been Conducted At Samini Jayaramnagar Primary School For 3 Years So That Children Do Not Drop Out.

અનોખી પહેલ:બાળકો ડ્રોપ આઉટ ન થાય તે માટે સમીની જયરામનગર પ્રાથમિક શાળામાં 3 વર્ષથી સમર વેકેશન કેમ્પ કરાય છે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સમર કેમ્પ માં બાળકોને સ્કેટિંગ દોરડા કૂદ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે - Divya Bhaskar
સમર કેમ્પ માં બાળકોને સ્કેટિંગ દોરડા કૂદ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે
  • 5 દિવસ સમર કેમ્પેમાં એડવેન્ચર એક્ટિવિટી, આઉટડોર-ઇન્ડોર ગેમ જેવી પ્રવૃત્તિઓ કરાવાઈ રહી છે

શાળામાં આવવા માટે બાળકોમાં રસ-રુચિ જળવાઈ રહે અને ડ્રોપ આઉટ ન થાય તે માટે સમી તાલુકાની જયરામનગર પ્રાથમિક શાળામાં વર્ષ દરમિયાન સમયાંતરે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવાય છે.

હાલમાં શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે 5 દિવસ માટે સમર કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં એડવેન્ચર એક્ટિવિટી, આઉટડોર-ઇન્ડોર ગેમ જેવી પ્રવૃત્તિઓ કરાવાઈ રહી છે. છેલ્લા 3 વર્ષથી શાળામાં આ સમર કેમ્પ બાળકોના ઉત્સાહ અને ઉમંગમાં વધારો કરી રહ્યો છે. જયરામ નગર પ્રાથમિક શાળામાં સમર વેકેશન કેમ્પનો શુભારંભ શાળાની બાલિકા સુનિતા ઠાકોરના હસ્તે શાળાના મુખ્ય શિક્ષક અરજણભાઈ ચાવડા અને કેમ્પ કન્વીનર શિક્ષક હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાયો હતો. આ કેમ્પ 23થી 27મે 2022 ચાલશે.

સમર કેમ્પમાં સ્કેટિંગ, રસ્સા ચઢ-ઉતર, શરબત-રસોઈ બનાવવી જેવી એડવેન્ચર એક્ટીવીટી, ફૂટબોલ, હેન્ડ બોલ, ક્રિકેટ, ફુલ રેકેટ, કબડ્ડી, ખો-ખો જેવી આઉટડોર ગેમ, કેરમ, ચેસ જેવી ઇન્ડોર ગેમ, ગામઠી અને પ્રતિનય રમતો તો ચીટક કામ, કાગળ કામ, ચિત્ર-રંગપુરણી, રંગોળી, કેશ ગુંથણ, વેસ્ટમાંથી બેસ્ટ, સક્રેપબુક બનાવવી વગેરે અનેક પ્રવૃત્તિઓ સભર આયોજન કર્યું છે. આ દિવસો દરમિયાન હળવા નાસ્તાની પણ શકય વ્યવસ્થા કરી છે. એક સરકારી શાળામાં આ પ્રકારનો સ્વપ્રયત્ને તદ્દન નવો પ્રયોગ છેલ્લા 3 વર્ષથી કર્યો છે. જેમાં પ્રથમ દિવસે કુલ-45 બાળકોએ કેમ્પનો લાભ મેળવ્યો હતો.

બાળકો નિયમિત આવતા થયા
શાળાના શિક્ષક અને કેમ્પ કન્વીન રહરિભાઈ પટેલે જણાવ્યું કે ચાર વર્ષ અગાઉ શાળામાં અંદાજે 100 જેટલા બાળકોની સંખ્યા હતી તેમાંથી માંડ 35 જેટલા બાળકો નિયમિત શાળામાં આવતા હતા બાકીના બાળકો અનિયમિત હતા આ બાળકોને નિયમિત કરવા માટે તેમને શાળામાં આવું ગમે તે માટે વર્ષમાં સમયાંતરે ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ શરૂ કરી છે.

ઉનાળાના 35 દિવસના વેકેશનથી બાળકો શાળાથી દુર ના જતા રે શાળા સાથેની લાગણીઓ જોડાયેલી રહે અને ડ્રોપ આઉટ ન થાય તે માટે પાંચ દિવસ સમર કેમ્પ કરી બાળકોને મનગમતી વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે. જેનાથી હવે શાળામાં 100 માંથી 80 ટકા બાળકોની નિયમિત હાજરી રહે છે.

અન્ય સમાચારો પણ છે...