આત્મહત્યા:પાટણમાં રોજગારી ન મળતાં યુવકનો આપઘાત

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના દુ:ખવાડા નજીક આવેલા વણકરવાસમાં રહેતા બ્રિજેશ ખેમચંદ ભાઈ સોલંકી કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરંતુ લોકડાઉન થયું ત્યારથી તેને મજૂરીકામ મળતું ન હોવાથી પરિવારનું ગુજરાત કઈ રીતે ચલાવવું તે ના ટેન્શનમાં રહેતો હતો. શનિવારે પરિવારના સભ્યો ઘરના ઉપરના માળે આરામ કરતા હતા તે વખતે યુવકે રૂમાલ પંખા સાથે બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેને 108 એમ્બ્યુલન્સ પાટણ સિવિલ ખાતે લઇ જવાયો હતો. બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...