તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:સેદ્રાણા ગામે તાવથી પીડિત યુવતીનો દવા પી આપઘાત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતીએ ઘઉંમાં નાખવાની દવા પી લીધી
  • કાકોશી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી

સિદ્ધપુર તાલુકાના સેન્દ્રાણા ગામે તાવ તેમજ શારિરીક બિમારી કંટાળી 24 વર્ષીય યુવતીએ ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. સારવાર દરમિયાન યુવતીનું મોત થતાં કાકોશી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરતાં સિદ્ધપુર ડીવાયએસપી તપાસ ચલાવી રહ્યા છે.

સિદ્વપુર તાલુકાના સેદ્રાણા ગામે રહેતાં ફાતેમાબેન મોમીન (ઉ.વ.24)નાં ત્રણ વર્ષના લગ્ન ગાળા દરમીયાન તેઅોને 29 ઓગસ્ટના રોજ તાવ અાવેલ હોઈ અને તબીયત સારી ના રહેતાં તેઅોએ કંટાળી જતાં 30 ઓગસ્ટને સોમવારે ઘરમાં પડેલ ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લેતાં તબિયત લથડી હતી.

તેમનુ સારવાર દરમીયાન મોત થયુ હતુ. અા અંગે મૃતકના પિતા અાબીદઅલી ઇસ્માઇલભાઇ મોમીનો કાકોશી પોલીસ મથકે નિવેદન આપતાં પોલીસે અકસ્માતે મોત નોંધ કરી છે. આ અંગે ડીવાયઅેસી સી.અેલ. સોલંકી તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...