તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Suggestions Were Made To Hold A Procession In The Presence Of A Limited Number Of People To Celebrate The Founding Day Of Patan.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:પાટણના સ્થાપના દિવસની ઉજવણીમાં મર્યાદિત લોકોની હાજરીમાં શોભાયાત્રા કાઢવા સૂચન કરાયાં

પાટણ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાપના દિવસની ઉજવણીના આયોજન માટે પાલિકાના સભા ખંડમાં બેઠક

પાટણ નગરના સ્થાપના દિવસની ઉજવણી માટે નગરપાલિકા દ્વારા પ્રાથમિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં નવું શું કરી શકાય તે માટેના સલાહ સૂચનમા વિવિધ અગ્રણીઓ દ્વારા મંતવ્ય રજૂ કરાયા હતા. શહેરના ઇતિહાસકાર અશોકભાઈ વ્યાસ દ્વારા ઇતિહાસને ઉજાગર કરવા માટે ઐતિહાસિક પાત્રોનો એકપાત્રીય અભિનય રજુ કરવા માટે ખાસ સૂચન કરાયું હતું.

નગરના સ્થાપના દિવસની ઉજવણીના આયોજન માટે બેઠક નગરપાલિકા સભાખંડમાં મળી હતી. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ યતીનભાઈ ગાંધી, મહેન્દ્રભાઈ પટેલ, મદારસિંહ ગોહિલ, અશોકભાઈ વ્યાસ, મહાસુખલાલ મોદી, નિમેષભાઈ ગોલે, ચીફ ઓફિસર પાંચાભાઇ માળી હાજર રહ્યા હતા. બેઠકમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મદારસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજપૂત સમાજના કાર્યક્રમ કુમારપાળ મહારાજા આધારિત થીમ ઉપર યોજવામાં આવશે.

ઇતિહાસકાર અશોકભાઈ વ્યાસે ઐતિહાસિક પાત્રોનો જાહેર સ્ટેજ ઉપર એક પાત્રીય અભિનય રજુ કરવા, પૂર્વ પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે ઐતિહાસિક પાત્રોની બુકલેટ પ્રસિદ્ધ કરવા, જલારામ ટ્રસ્ટના નારણભાઈ ઠક્કર દ્વારા સમગ્ર શહેરમાં લોકજાગૃતિ માટે બેનરો લગાવવા, નિમેષભાઈ ગોલે દ્વારા સોશિયલ મીડિયામાં એપ શરુ કરવા તેમજ અન્ય વક્તાઓ દ્વારા સૂચનો કરાયા હતા .સ્થાપના દિવસ ઉજવણી કાર્યક્રમના મુખ્ય સંયોજક યતીનભાઈ ગાંધી અને ચીફ ઓફિસર પાંચાભાઇ મળીએ હાલની કોરોના સંબંધી ગાઈડલાઈન અનુસાર મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરીવાળી શોભાયાત્રા તેમજ અન્ય કાર્યક્રમ યોજવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. રમત ગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલે વિવિધ સ્પર્ધાઓ યોજવા અંગે તંત્રની મંજૂરી લઈને આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રોટરી પાટણ સીટીના આશુતોષ પાઠકે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો