તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચનો:વરસાદી પાણીના નિકાલ, ખાડા પુરવા સહિતનાં સૂચનો કરાયાં

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા પૂર્વે પાટણ ડીડીઓની ઓડિયો કોન્ફરન્સ
  • જિલ્લા સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખો અને સરપંચો સાથે સંવાદ

જૂનની શરૂઆત સાથે જિલ્લામાં પણ ચોમાસાનું ટૂંક સમયમાં આગમન થવાની સંભાવના છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખ દ્વારા જિલ્લા સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારી અને સરપંચો સાથે લાઈવ ફોન ઇન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ન રહે તે માટે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, ગામમાં ખાડાઓનું પુરાણ કરવા, અકસ્માતો ટાળવા રોડ સાઈડના બાવળોના કટિંગ કરી દેવા, જોખમી મકાનો ઉતારી લેવા, ઉકરડા દૂર કરવા, નાળામાં સફાઈ, પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો દૂર કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલે ઉપયોગી સૂચનો કર્યા હતા. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષીએ મહત્તમ વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...