• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Suggestion To Increase The Height Of Railway Overbridge In Patan By 1 Meter, Tendering Process Will Be Carried Out After Approval

નિરીક્ષણ:પાટણમાં રેલવે ઓવરબ્રિજની ઉંચાઈ 1 મીટર વધારવા માટે સૂચન, એપ્રુવલ થયા પછી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિટી ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળ્યા બાદ લોકડાઉનના કારણે કાર્યવાહી અટકી પડી હતી જેમાં ગુરુવારે રેલવે અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ભવિષ્યને ધ્યાને લઈને ઓવરબ્રિજની ઊંચાઈ 1 મીટર વધારવા માટે નગરપાલિકા દ્વારા સૂચન કર્યા હતા જેના આધારે નવેસરથી નકશો બનાવવામાં આવશે. પાલિકા પ્રમુખે જણાવ્યું કે ભવિષ્યને ધ્યાને લઇ ઓવરબ્રિજની ઊંચાઈ સાત મીટરના બદલે ૮ મીટર કરવા સૂચન કરાયું છે. આ ઊંચાઈ વધશે એટલે બંને તરફ લંબાઈ પણ વધશે. એપ્રુવલ થયા પછી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...