લોકો પરેશાન:સાંપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી મેડિકલ ઓફિસર ન હોવાથી હાલાકી

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ચાર્જ ઓફિસરથી કામ લેવાતાં કાયમી મુકવા જિલ્લામાં રજૂઆત
  • ઉંદરા, ગોલીવાડા, ઓઢવા, બેપાદર, વારેડા, કુબા ગામોના લોકો પરેશાન

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે અને ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સરસ્વતી તાલુકાના સાંપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી મેડિકલ ઓફિસર ન હોવાના કારણે લોકોને સારવાર માટે પ્રાઇવેટ દવાખાનાઓનો આશરો લેવો પડે છે.

સરસ્વતી પંથકના ઉંદરા ગોલીવાડા, ઓઢવા, બેપાદર, વારેડા, કુબા સહિતના આસપાસના નવ ગામોનો સાંપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવેશ થાય છે. હાલમાં ગ્રામીણ વિસ્તારમાં શરદી અને ખાસીની બીમારી ચાલી રહી છે, પરંતુ સાંપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી મેડિકલ ઓફિસર ન હોવાના કારણે લોકોને સારવાર માટે પ્રાઇવેટ દવાખાનાઓનો આશરો લેવો પડે છે.

સાંપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી મેડિકલ ઓફિસર ચાર્જમાં છે જેના કારણે તેઓ નિયમિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાજરી આપી શકતા નથી ત્યારે આ બાબતે ગ્રામજનો અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતની રજૂઆતને પગલે પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલે સાંપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી મેડિકલ ઓફિસર નિમણૂક કરવા માટે પાટણના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...