રાધનપુરના મહેમદાવાદ ગામની સીમમાં ઘેટાં-બકરાંના માલિક 30 જેટલા ઘેટા-બકરા ચરાવવા ગયા હતા. જ્યાં ખેતરોમાં એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યાં એરંડાનો પાક ચરતાં ચરતાં 18 જેટલા ઘેટાંનાં અચાનક મોત થયાં હતાં. જેને લઈ માલિકને આઘાત લાગ્યો હતો.
મળતી માહિતી મુજબ રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામની સીમમાં રબારી જાયમલભાઈ ગાંડાભાઈ મહેમદાવાદની સીમમાં આશરે 30 જેટલા ઘેટા બકરા ચરાવવા ગયા હતા. જ્યાં તેઓ ખેતરોમાં એરંડાના વાવેતરનું ભેલાણ કરતા હતા. જેમાં એરંડાનો પાક ખાવાના કારણે ઘેટા થોડીવારમાં અચાનક ધ્રુજીને પડવા લાગ્યા હતા. જ્યાં જાયમલભાઈ દોડાદોડ કરીને ઘેટા-બકરાને ભેગા કરવા જતાં અચાનક ઘેટા મૃત્યુ પામવા લાગ્યા હતા અને થોડીક જ ક્ષણોમાં 18 જેટલા ઘેટાંનાં મોત થયાં હતાં.
ઘેટાંના મોતથી માલિક જાયમાલભાઈ ઉપર આભ ફાટ્યુ હોય તેવી પરિસ્થિતી સર્જાઇ છે. નોંધનીય છે કે એરંડાનો પાક આરોગ્યા પછી આ પરિસ્થિતી સર્જાઇ હોવાનું ખેતર માલિક જાયમલભાઇએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.